VADODARA : ડભોઇમાં ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરી ઓપ,ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ

0
68
meetarticle

ડભોઇમાં ગણપતિજીના વિવિધ સ્વરૂપો પંડાલો બાંધીને વેપારીઓ દ્વારા વેચાણ અર્થે મૂકવામાં આવ્યા ગણેશ ઉત્સવની ઉજવણીની ને હવે ગણતરીના દિવાસો જ બાકી રહ્યા છે. ડભોઈ નગરમાં વડોદરી ભાગોળથી ડેપો જવાના માર્ગ પર ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓ લઈને વેપારીઓ વેચાણ અર્થે બેઠેલ છે.

આ વર્ષે ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી લીધી છે અને સુંદર સજાવટવાળા પંડાલોને આ ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે. થોડા દિવસો જ બાકી રહેતા ભક્તોનો ઉત્સાહ વધી ગયો છે. ગણેશોત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે આયોજકો દોડાદોડી કરતા જોવા મળે છે. ધામધૂમથી ઉજવવાનો ઉત્સાહ નગરજનોમાં હાલમાં જોવા મળી રહ્યો છે. નાની પ્રતિમા ઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવાની હોવાથી તેઓ નાની પ્રતિમાઓ બુક કરાવી રહેલ છે. ગણેશ ચતુર્થી ને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા પોતાના વિસ્તારમાં મોટા મંડપ
તે બાંધીને ગણપતિજી ની સ્થાપના માટે તૈયારીઓમાં લાગી ગયેલા ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં આયોજકો જોવા મળે છે.


ડભોઈ કોટ વિસ્તાર બહાર આવેલ વડોદરી ભાગોળ રોડ થી ડેપો જવાના માર્ગ પર મૂર્તિકારો વિવિધ અવનવી મૂર્તિઓ બનાવીને પંડાલો ઊભા કરીને વેચવા અર્થે આખો દિવસ બેસે છે. હાલ તો વિવિધ મંડળો દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આયોજકો ગણપ તીજીની અવનવી મૂર્તિઓ જોઈને તેઓ બુકિંગ કરાવી લે છે. અનેસ્થાપનાના આગલા દિવસે વાજતે ગાજતે ગણપતિજી નીસવારી શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના સ્થળે ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં લઈ જતા નગરના મુખ્ય માર્ગો પર લોકો જોવા મળશે. નગરના કેટલાક ગણપતિ મંડળોના આયોજકો દ્વારા વડોદરા પણ મોટી મૂર્તિઓ ગણપતિજીની બુકિંગ કરાવેલ છે. આયોજકો પણ સ્થાપ નાના આગલા દિવસેગણપતીજીની મૂર્તિઓ વાજતે ગાજતે લેવા જશે નું જાણવા મળેલ છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here