SURAT : ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેંટે સ્કૂલમાં યોજી મોકડ્રીલ, વિદ્યાર્થીઓના કરાયા રેસ્ક્યું

0
65
meetarticle

સુરતમાં આગના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે આગ લાગે ત્યારે શું કરવું અને ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની જાણકારી આપતો ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેંટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિધાર્થીઑને આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી? તેમજ અગ્નિ શામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું હતું.

ધોરણ 1 થી 12 ના તમામ વિધાર્થીઓ અને સ્ટાફ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અડાજણ અને જહાંગીરાબાદ ફાયરસ્ટેશનના હેડ ધોબી સાહેબની સાથે સાથે પોલીસ, જીઈબી, ગુજરાત ગેસ અને મેડિકલ ટીમ પણ હજાર રહી હતી. તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી. શાળાના વિદ્યાર્થી અને સ્ટાફ મળી 3500 લોકો 8:36 મિનિટમાં આખું કેમ્પસ ખાલી કરીને રેસ્ક્યું કામગીરી કરી હતી. અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિધાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા.શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃતિ વિધાર્થીમાં ઉતરે એવા ઉદેશથી આ મોકડ્રીલ શાળાના કેમ્પસ ડારેકટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી. જેની કોઈ વિધાર્થીને કે શિક્ષકને જાણ ન હતી. અને તેમાં સફળતા મળી હતી.શાળાની આ પ્રવૃતિથી તમામ વાલીગણ ખુબજ ખુશ થયા અને શાળાના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here