સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના બજારચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઇલ ની દુકાનમા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. પ્રાંતિજ બજારચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ શ્રી બ્રહ્માણી મોબાઇલ ની દુકાન આગ લાગતા આજુ બાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા હતા અને પોતાની દુકાન મા રહેલ માલ સામાન ખાલી કરવામા લાગી ગયા હતા.
આ ઘટનાની જાણ ફાયર ટીમને કરતા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી. તો બીજી બાજુ ઘટનાની જાણ પોલીસને થતા તે પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાને પગલે વિજકંપની દ્રારા તાત્કાલિક વિજપુરવઠો બંધ કરી સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડ ટીમ દ્રારા પાણીનો મારો કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. દુકાન મા આગ લાગતા મોબાઇલ , બેટરીઓ , ચાર્જર, વાયરો સહિતનો સરસામાન આગમા બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
ઉમંગ રાવલ સાબરકાંઠા


