GUJARAT : ઝોન 2માં પ્રથમ ઝોન એડવાઇઝરી મીટિંગ સફળતાપૂર્વક યોજાઈ

0
61
meetarticle

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રિક્ટ 3232 બી1 રીઝન 2 ના ઝોન 2માં પ્રથમ ઝોન એડવાઇઝરી મીટિંગ તારીખ 23/08/2025 ને શનિવારના રોજ હોટેલ રોયલ પેલેસ મુકામે ઝોન ચેરમેને લાયન ભાવિન પરમારની આગેવાની હેઠળ સફળતાપૂર્વક યોજાઈ હતી.


આ મીટિંગમાં ઝોન 2ના તમામ લાયન્સ ક્લબોના પ્રમુખશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ, ટ્રેઝરરશ્રીઓ તથા ડીસ્ટ્રિક્ટ ચેરમેનશ્રીઓએ ઉપસ્થિત રહી સર્વે લાયન સેવા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી.

ઝોન ચેરમેન લાયન ભાવિન પરમારે જણાવ્યુ કે, “આ મીટિંગમાં આપ સૌના ઉપસ્થિત સહયોગ માટે હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. સમાજમાં લાયન્સ દ્વારા અન્નદાન, ડાયાબિટીસ જાગૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, જીવદયા, લાયન્સ કવેશટ અને અન્ય સેવાના ક્ષેત્રે થતી કામગીરી અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે.”

વિશેષ આમંત્રણ પામેલા મહાનુભાવોમાં ડીસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રકાશભાઈ અગ્રવાલ, SVDG લાયન જે.બી. રાવ, તેમજ લાયન ધીરુભાઈ, લાયન પુરુષોત્તમભાઈ, લાયન જયેશભાઈ ,લાયન કિરીટભાઈ આગમન તમામ માટે પ્રેરણારૂપ રહ્યો.
ઝોનની કોર ટીમના સહયોગ અને માર્ગદર્શનથી મીટિંગ વધુ ઘનિષ્ઠ અને પરિણામકારક બની. લાયન્સના વિવિધ સેવાના કાર્યક્ર્મોની તૈયારી, યોજનાઓ અને અમલ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી.
આ મીટિંગે લાયન્સ સભ્યોમાં નવા ઉમંગ અને સેવા પ્રત્યે વધુ જાગૃતિ લાવી છે. કાર્યક્રમના અંતે ઝોન ચેરમેન લાયન ભાવિન પરમારે જણાવ્યું કે, “આપનો સહકાર અમારા માટે ઉર્જાનો સ્ત્રોત છે. આવનારા સમયમાં પણ આવી જ સક્રિય ભાગીદારીની આશા સાથે લાયન્સ સેવા યાત્રા સતત ચાલુ રહેશે.”

આપણે સૌ મળીને વધુ મજબૂત અને અસરકારક સેવા આપી શકીશું – એજ ધ્યેય સાથે મીટિંગનું સમાપન કરવામાં આવ્યું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here