ડભોઇ તાલુકાના ફરતી કુઈ થી વેગા આશરે ત્રણ કિલોમીટરનો રસ્તો સાઈડ શોલ્ડરમાં અધૂરું કામગીરી કરી હોય સ્ટેટ હાઇવે ના અધિકારીઓ દ્વારા માત્ર પ્લાસ્ટિક ની થેલીઓ મૂકી દેવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે મેઇન રોડ ઉપર સાઈડ શોલ્ડરમાં પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવેલ છે વડોદરા થી ડભોઇનો મેઈન રસ્તો હોય રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે
અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઈન રસ્તો હોય 1 km નો રોડ બાકી હોય કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે ક્યાં કોઈ રેલિંગ પણ લગાવવામાં આવી નથી માત્ર થોડી ઘણી પ્લાસ્ટિકની થેલી રોડની સાઈડ મૂકવામાં આવી છે એના પર કોઈ રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવેલ નથી જેના કારણે રાત્રે દરમિયાન વાહનો અંદર પડી જવાના બનાવો સાંભળવા મળી રહ્યા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થાય છે… પણ ડભોઇ સ્ટેટ હાઇવે અધિકારીઓ દ્વારા માટી ભરીને પ્લાસ્ટિકની થેલીઓ કિનારીઓ પર મુકવામાં આવી છે તેના પર કોઈ રેડિયમ વાળા સ્ટીકર લગાવવામાં આવ્યા નથી જેના કારણે નાના મોટા વાહન અકસ્માતો થઈ રહ્યા છે…?? વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ એનું કોઈ ચોક્કસ આયોજન કરવામાં આવે તો અકસ્માત થતા રોકી શકાય છે આજ રસ્તા પરથી રોજ સ્ટેટ હાઇવે ના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પણ નીકળે છે છતાં પણ નજર અંદાજ કરી નીકળી જતા હોય છે… કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા છે પણ કોઈ મોટી જાન હાની થશે તો જવાબદાર કોણ એક મોટો સવાલ વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે…