વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન ને મળેલ બાતમીના આધારે વડોદરા થી હાલોલ ના ધોરીમાર્ગ પર ગત માસની 4 તારીખે પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવતા આસોજ ની સીમ નજીક થી રૂપિયા 39,65 લાખ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપ્યો હતો જે પૈકી દારૂ ની કેટલીક પેટીઓ ડી સ્ટાફના કર્મચારીઓએ બુટલેગરોને વેચવાના વિવાદ ની તપાસ ચાલુ થવા પામી હતી જે તપાસ દરમિયાન નવા નિમાયેલા એસ પી શુસીલ અગ્રવાલ ની લાલ આંખ થતાં જરોદ પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફના ત્રણ હેંડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ એમ આર ચૌધરી ને તત્કાળ બદલી કરી ને લીવ રિઝૅવ માં મુક્યા છે જ્યારે જી આર ડી જવાન તાહિર સતારભાઇ ઘાંચી ની હકાલપટ્ટી કરવામાં આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે
ગત માસની ચોથી તારીખે જરોદ ડી સ્ટાફના પોલીસ કર્મીઓ એ દારૂ ભરેલુ કન્ટેનર વડોદરા થી હાલોલ ના ધોરીમાર્ગ પર આવતા આસોજ ગામ નજીક થી ઝડપ્યું હતું જે બાદ કન્ટેનર ને એક ચોક્કસ જગ્યાએ લઈ જવાયું હતું અને વડોદરા જીલ્લાના મળતીયા ત્રણ બુટલેગરોને સ્થળ પર બોલાવ્યા હતા જ્યાં કેટલાક પોલીસ ના માણસો એ બુટલેગરોને કેટલીક દારૂ ની પેટીઓ પધરાવી દીધી હતી જેના વિડિયો વાઇરલ થતાં જ છેક ગાંધીનગર કક્ષા સુધી વાયરલ વીડિયો પહોંચતા જ રેલો જીલ્લા પોલીસ વડા રોહન આનંદ સુધી પહોંચતા જ તપાસ નો દોર વડોદરા ડીવિઝન ના ડી વાય એસ પી ને સોંપી હતી તપાસ દરમિયાન ડી વાય એસ પી દ્વારા જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ અને ડી સ્ટાફના પાંચેય પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટેશન ના પી એસ ઓ ની પુછપરછ કરાઈ હતી તે દરમિયાન જીલ્લા પોલીસ વડા રોહન આનંદ ની બદલી થઇ અને નવા નિમાયેલા જીલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ચાજૅ સંભાળ્યો હતો અને ચાજૅ ના નવમા દિવસે જ દારૂ ની તપાસ ના આકરાં પગલાં લેતા જ જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ એમ આર ચૌધરી ને લીવ રિઝૅવ માં મુક્યા અને ડી સ્ટાફના પાંચેય પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હથીસિહ, મહેશભાઈ અરવિંદ ભાઇ, વિપુલ કુમાર શિવશંકર તથા પોલીસ કોન્સ્ટેબલ મેઘરાજ રણછોડભાઈ, અને કુલદીપ સિંહ જનકદાને તત્કાલીન અસર થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જરોદ પોલીસ સ્ટેશન માં જી આર ડી તરીકે ફરજ બજાવતા તાહિર સતારભાઇ ઘાંચી ની તત્કાળ હકાલપટ્ટી કરવામાં આવી છે આમ નવા નિમાયેલા એસ પી સુશીલ અગ્રવાલ ની કડક કાર્યવાહી ને પગલે એકંદરે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે દારૂ પ્રકરણમાં થતી ચર્ચા ઓ મુજબ પોલીસ દ્વારા બાતમીદારોને રૂપિયા ચૂકવવા માટે દારૂ નો વહીવટ કરાયા ની પણ ચર્ચા ઓ છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


