SURAT : નશાકારક દવાઓના દુરુપયોગ અને વેચાણને લઈ સુરતમાં SOG પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડયા દરોડા

0
55
meetarticle

સુરતમાં નશાકારક સીરપના ગેરકાયદે વેચાણને લઈ સુરત એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા છે, ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે, સીરપનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં પોલીસે ચેકિંગ પણ હાથ ધર્યુ હતુ. સુરત SOG પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે, પોલીસે વરાછા અને પાંડેસરા વિસ્તારમાં મેડિકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરતા મેડકિલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે, પોલીસે વરાછા અને પાંડેસરા વિસ્તારના મેડિકલ સ્ટોર ઉપરથી રૂપિયા 12 હજારથી વધુનો નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો છે.


તે સાથે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, આવી મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર જ નશાકારક સીરપ અને ટેબ્લેટનું વેચાણ થાય છે અને તેની બાતમી મળી હતી, આવી સીરપ અને દવા કે જે લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અને યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢે છે જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છે, તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં Amidopyrine, Phenacetin, Nialamide, Chloramphenicol, Phenylephrine, Furazolidone, Oxyphenbutazone તેમજ Metronidazoleનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએ, અને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here