JAMNAGAR : ચાર સગીરોએ 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બે આરોપીઓની ધરપકડ

0
53
meetarticle

જામનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં બેડી વિસ્તારમાં એક 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘટના સામે આવતી પોલીસે જાતે ફરિયાદી બની આ કેસમાં અન્ય ચાર સગીર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા દસ વર્ષના બાળક સાથે 8 જુલાઈએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ બાળક સાથે ફરતા ચાર સગીરે તેને એક મકાનમાં બોલાવ્યો અને ત્યાં તેની સાથે આ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો હરતો ફરતો બાળકની માતા પાસે પહોંચ્યો હતો, અને બાળકની માતાએ આ મામલે તેના પુત્ર સાથે વાત કર્યા પછી જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાણ કરી હતી. જોકે માતા-પિતા દ્વારા જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સમાધાન કરી લેવાયું હતું અને આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો.

જોકે, પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી. બાદમાં આ કમિટીએ ભોગ બનનાર બાળક અને તેની માતાનું એકથી વધુ વખત કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ તેઓ ફરિયાદ કરવા માટે સંમત થયા ન હતા. આખરે સરકાર પક્ષે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચારેય સગીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પોલીસ તપાસમાં બે આરોપી ઝડપી લેવાયા છે. આ સિવાય અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ એક સગીર દેવભૂમિ દ્વારકા વિસ્તારનો હોવાથે તપાસનો દોર ત્યાં સુધી લંબાવાયો છે.

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here