GUJARAT : દિવ્યાંગજન માટે જયપુર ફૂટ તથા કેલિપર્સની નિઃશુલ્ક તપાસ અને વિતરણ કેમ્પ ધોળકામાં સફળતાપૂર્વક યોજાયો

0
69
meetarticle

ધોળકા: ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા; શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) તથા રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેટ્રોના સંયુક્ત ઉપક્રમે ધોળકામાં દિવ્યાંગજન માટે વિશાળ નિઃશુલ્ક “જયપુર ફૂટ (કૃત્રીમ પગ), કેલિપર્સ અને બગલઘોડી” વિતરણ કેમ્પ યોજાયો.

આ કેમ્પ તા. 26 થી 30 સુધી વિશ્વકર્મા લુહાર સુથાર જ્ઞાતિ મંડળની વાડી, ધોળકા ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા દિવ્યાંગ ભાઈ-બહેનોમાંથી મોટા ઉત્સાહપૂર્વક 106 લાભાર્થીઓએ સ્થળ પર જ એસેસમેન્ટ કરાવી કૃત્રીમ પગ, કેલિપર્સ અને બગલઘોડીનો લાભ લીધો.
ફ્રીડમ ડે કેર સેન્ટરના સ્ટાફ રાધાબેન, હીનાબેન તથા તક્ષશિલા કોલેજની એમ.એસ.ડબલ્યુ. ઇન્ટર્નશીપ વિધાર્થીનીઓ દ્વારા તમામ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન સુચિત રીતે કરવામાં આવ્યું. તમામ માટે ચા-નાસ્તા અને જમવાની વ્યવસ્થાથી સેવા કરવામાં આવી.કેમ્પના આયોજનમાં ભાવિન પરમાર ડૉ. જયમિત પરેખ તથા રાજ્ય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રણવ શાહ એ ખૂબ જ મહેનત અને યોગદાન આપ્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ અને સુસંગત રીતે સંચાલિત થયો.
આ પ્રસંગે શ્રી અશોકભાઇ મકવાણા (પ્રમુખ, ધોળકા નગરપાલિકા), ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિગમ ચૌધરી, મોન્ટુભાઇ પટવા, જશુભાઇ સોલંકી, નિગમ શાહ, અતુલ પરીખ, કૃતિબેન (TTEC), હરીશ પરમાર (પૂર્વ પ્રમુખ, ધોળકા), સાકીર મલેક, કિરણ કોઠારી, આનંદ જગતિયાની, મનેશ ચૂડગર , જગદીશ ઓઝા અને સંસ્થાના પ્રમુખ શ્રી ભાવિન પરમારની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી. કેમ્પ દરમ્યાન જે ડી પટેલ પૂર્વ પ્રમુખ ધોળકા નગરપાલિકા, કમલેશ પંચાલ, મનુંભાઈ દ્વારા લાભાર્થીની મુલાકાત લેવામાં આવી હતી.
કેમ્પની શરૂઆત મનોદિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થના, મહેમાનો થકી દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સુતરની આટી વડે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
આ કેમ્પ માટે એસ્ટ્રલ ફાઉન્ડેશન તરફથી આર્થિક સહયોગ અને TTEC INDIA FOUNDATION તરફથી સ્થાનિક સહયોગ મળ્યો હતો.

અંતે, સંસ્થાના પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા દરેક સહયોગી સંસ્થાઓ, મહેમાનો, ડૉક્ટર ટીમ અને સ્વયંસેવકોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here