અમદાવાદમા ઠગાઈના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. પરિવાર કે મિત્રો દ્વારા થતી છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થયો છે.
શહેરમાં એક મિત્રએ પોતાના ખાસ મિત્રને લાખો રૂપિયામાં ઠગી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રૂ 8 લાખની છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાઇ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વટવા GIDCમાં રાજ સોઢી નામના યુવકે તેના મિત્રનો મોબાઈલ વાપરવા માટે લીધો હતો. આ મોબાઈલ દ્વારા તેણે ફાઈનાન્સ કંપનીઓમાંથી લોન લઈ લીધી હતી. આઠ લાખ રૂપિયા જેટલી લોનની બાકી રકમ અંગે તેના મિત્રને જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના મોબાઈલ નંબરથી લોન મંજૂર થયાની જાણ થતાં જ તેણે પોતાના મિત્ર સાથે વાત કરી હતી
વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ત્યાર બાદ ફરિયાદી મિત્રએ પોતાના મિત્ર રાજ સોઢી નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વટવા GIDC પોલીસે રાજ સોઢી નામના યુવક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં કયા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તે વિચારવા જેવી બાબત બની ગઈ છે. પોતાનો ખાસ મિત્ર જ જો આ પ્રકારની છેતરપિંડી આચરી શકતો હોય તો અન્ય લોકો પર કેવી રીતે વિશ્વાસ કરવો તેવા સવાલો આ ઘટના બાદ ચર્ચાઈ રહ્યાં છ


