GANDHINAGAR : અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી

0
22
meetarticle

ગાંધીનગર શહેર નજીક અંબાપુર પાસે ખરીદી કરવા માટે આવેલા વૃદ્ધા સાથે સરનામું પૂછવાના બહાને વાત કરીને બાઈક ઉપર આવેલા બે ગઠીયા અઢી લાખનો સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અટકી ગઈ હતી ત્યારે હવે ફરીથી જઈને સ્નેચરોએ ગાંધીનગરમાં દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે આ વખતે કોબા અડાલજ માર્ગ ઉપર અંબાપુર પાસે વૃદ્ધા ના ગળામાંથી સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ન્યુ શાહીબાગ વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય વર્ષાબેન સુરેશકુમાર કુંદાની ગત શનિવારે સાંજે તેમના પડોશીઓ સાથે ગાંધીનગરના અંબાપુર ખાતે માટીના વાસણોની ખરીદી કરવા ગયા હતા. સાંજે જ્યારે તેઓ ગાડીમાં બેઠા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એકે નીચે ઉતરીને અમદાવાદ અને અડાલજ જવાનો રસ્તો પૂછયો હતો. રસ્તો જાણી લીધા બાદ આ શખ્સો ત્યાંથી ગયા હતા, પરંતુ થોડી જ વારમાં જ્યારે વૃદ્ધા બાજુની દુકાનમાં વાસણો જોઈ રહ્યા હતા, ત્યારે આ ગઠિયાઓએ પોતાનો ખેલ પાડયો હતો. બાઇક સવાર શખ્સો પૈકી ગુલાબી શર્ટ પહેરેલા ઇસમે અચાનક વર્ષાબેન પાસે આવી તેમના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ ચેઈન તોડીને બહાર ઉભેલા તેના સાથીદારની બાઇક પર બેસી કોબા સર્કલ તરફ નાસી છૂટયો હતો. આ ઘટના અંગે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here