GANDHINAGAR : કોર્પોરેશનની મુખ્ય કચેરી સહિત વધુ નવ સ્થળોએ સીસીટીવીનું સર્વેલન્સ ગોઠવાશે

0
18
meetarticle

ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવેલું છે ત્યારે કોર્પોરેશન વિસ્તારની અલગ અલગ કચેરીઓ અને અર્બન હેલ્થ સેન્ટરની સાથે મુખ્ય કચેરી ખાતે પણ સીસીટીવી લગાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આ માટે નવા ૫૫ જેટલા કેમેરા લગાવવામાં આવશે. જેનું કામ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરી દેવા તાકીદ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે ત્યારે સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા પાટનગરમાં હવે જાહેર સ્થળો અને અર્બન હેલ્થ સેન્ટર્સ પર ત્રીજી આંખની નજર રહેશે. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ૯ સ્થળોને આવરી લેતા આધુનિક સીસીટીવી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વ્યૂહાત્મક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી,અર્બન હેલ્થ સેન્ટર્સ પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ અને કોબા તેમજ જાહેર લાઈબ્રેરીઓ અને અન્ય મહત્વના ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્થળોએ કુલ ૫૫ જેટલા આધુનિક કેમેરા લગાવવામાં આવશે. જેમાં જરૃરિયાત મુજબ બુલેટ કેમેરા, ટરેટ કેમેરા અને ૩૬૦ ડિગ્રી મૂવમેન્ટ ધરાવતા કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમને સપોર્ટ કરવા માટે ૮-ચેનલ, હાઈ-કેપેસિટી સ્ટોરેજ, એલઈડી મોનિટર અને પાવર બેકઅપ માટે યુપીએસ જેવી હાઈ-ટેક સુવિધાઓ પણ ઉભી કરાશે. આ પ્રોજેક્ટ માત્ર કેમેરા લગાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના લાંબા ગાળાના સંચાલન પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ૯ સ્થળોની ફૂટેજ એક જ પ્લેટફોર્મ પર જોઈ શકાશે, જેનાથી દેખરેખ રાખવી અત્યંત સરળ બનશે. ઇન્સ્ટોલેશન બાદ ટેસ્ટિંગ અને સ્ટાફની ટ્રેનિંગ ઉપરાંત ૫ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત નિવારણ લાવી શકાય. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here