GANDHINAGAR : ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો

0
16
meetarticle

ગાંધીનગર જિલ્લામાં સરકારી જાહેરનામાના ભંગ બદલ પોલીસે કડક કાર્યવાહી અંતર્ગત ખોરજ ગામ પાસે સ્પા સેન્ટર પર એસઓજી ટીમે દરોડો પાડી મહિલા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર શાલીગ્રામ લેકવ્યુ બિલ્ડિંગના બીજા માળે ક્લાઉડ ૯ થાઈ સ્પા સામે કાર્યવાહી કરાઇ હતી. જીએસટી અને ગુમાસ્તા ધારા હેઠળ નોંધ કરાવી ન હતી. કર્મચારીઓની ફોટો સાથેની વિગતો પણ પોલીસને આપી ન હતી.

પોલીસે પંચોને સાથે રાખી સ્પામાં તપાસ કરતાં જણાયુ હતું કે, સ્પા સંચાલક દ્વારા સરકારના ધારાધોરણ મુજબ જરૃરી જીએસટી નંબર કે ગુમાસ્તા ધારા હેઠળનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હતું. વધુમાં સ્પામાં કામ કરતા કર્મચારીઓની ફોટોગ્રાફ સાથેની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ મામલે પોલીસે સ્પાના સંચાલક મુળ દિલ્હીના વતની અને હાલ ચાંદખેડામાં રહેતા ગીતા રમેશકુમાર વર્મા સામે ગુનો દાખલ કર્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રામભાઈ ઈશ્વરભાઈ રબારીને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું, નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા વ્યવસાયિકો સામે આગામી સમયમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here