એપ્રિલ મહિનામાં યોજાનારી વાર્ષિક પરીક્ષાઓ માટે શહેર અને જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ તંત્ર વ્યસ્ત બન્યું છે. તેમાં ધોરણ ૩થી ૫ની વાષક કસોટી તારીખ ૬ એપ્રિલથી અને ધોરણ ૬થી ૮ની વાષક કસોટી તારીખ ૧૩મી એપ્રિલથી પ્રારંભાશે. જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારી સુત્રોએ કહ્યું કે તેમાં ધોરણ ૩ અને ૪ના બાળકોએ પ્રશ્ન પત્રમાં જ અને ધોરણ ૫થી ૮માં વિદ્યાર્થીઓએ અલગથી ઉતરવહીમાં લખીને જવાબ આપવાના રહેશે.

ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં એકસાથે પરીક્ષાઓ લેવાશે. ધોરણ ૩માં ચાર અને ધોરણ ૪ અને ૫માં પાંચ વિષયની જ્યારે ધોરણ ૬થી ૮માં બાળકોએ સાત વિષયની પરીક્ષા આપવાની રહેશે. ધોરણ ૩, ૪ અને ધોરણ ૫માં ૪૦ ગુણની પરીક્ષા રહેશે. તારીખ ૬ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, ૭ એપ્રિલે ગણિત, તારીખ ૮ એપ્રિલે પર્યાવરણ, તારીખ ૯ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૦ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૧૧ એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે પરીક્ષા પુરી થશે.
બીજી બાજુ ધોરણ ૬થી ૮ની પરીક્ષામાં સાત વિષયની પરીક્ષામાં ૮૦ ગુણના પ્રશ્નો રહેશે. તેમાં તારીખ ૧૩ એપ્રિલે પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતી, તારીખ ૧૫ એપ્રિલે ગણિત, તારીખ ૧૬મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા હિન્દી, તારીખ ૧૭મીએ વિજ્ઞાાન, તારીખ ૧૮મીએ પ્રથમ અને દ્વિતિય ભાષા અંગ્રેજી, તારીખ ૨૦મીએ સામાજીક વિજ્ઞાાન, તારીખ ૨૧મીએ સંસ્કૃત તથા તારીખ ૨૨મી એપ્રિલે પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલગુ, તમિલ અને ઉર્દુની પરીક્ષાનું આયોજન કરાયું છે. શિક્ષણ તંત્રના સુત્રોએ જણાવ્યું કે ધોરણ ૩થી ૫માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૦નો અને ધોરણ ૬થી ૮માં પરીક્ષાનો સમય સવારે ૮થી ૧૧નો રહેશે.

