પાટનગરમાં અને આસપાસના વિસ્તારમાં રોડ પર વધી રહેલા ટ્રાફિકથી વધી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રસ્તા પહોળા કરવાની યોજનાઓ હાથ પર લેવાઇ છે. તેમાં ચ ૦ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને સમાંતરનાં સવસ રોડને પહોળો કરવાની યોજના સામેલ છે. પરંતુ તેમાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતી છે. સવસ રોડને ટુ લેનમાંથી ફોર લેન કરવાની કવાયતમાં વૃક્ષોનું નડતર ચીંતાનો વિષય બન્યો છે.

ઉપરોક્ત સવસ રોડ પર રસ ડ્રાઇવિંગના પગલે માનવ મૃત્યુના બનાવો બન્યા બાદ સ્થાનિક રહેવાસીઓ તથા આગેવાનો દ્વારા રોડને પહોળો કરવાની માંગણીને પ્રબળ બનાવવામાં આવી છે. ત્યારે શહેરી તંત્ર દ્વારા કરાયેલા આયોજન અંતર્ગત મુખ્ય માર્ગની બન્ને બાજુએ સવસ રોડને ટુ લેનમાંથી ફોર લેન કરવામાં રૃપિયા ૨૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જેના પગલે આ કામ સરકાર દ્વારા કરી આપવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ આ સાથે સવસ રોડને પહોળો કરવામાં નવી સમસ્યા સર્જાવાની શક્યતા ઉભી થઇ છે. આમ તો ગાંધીનગર હવે બે દશકા પહેલાના જેવું હરિયાળુ શહેર રહ્યું નથી. છતાં વૃક્ષોની સંખ્યા જળવાઇ રહી હોવાથી રોડની બાજુઓ પર ગ્રીનરી જોવા મળે છે. ત્યારે આ માર્ગ પર પણ ૪૦૦ ઉપરાંત વૃક્ષો એવા છે, જેનો ભોગ લેવામાં આવે તો જ સવસ રોડને પહોળો કરી શકાય તેમ છે.
વૃક્ષ છેદનની વાતે પર્યાવરણ પ્રેમીઓ ભડકી જવાની શક્યતા
પાટનગરમાં વૃક્ષોના છેદનની વાત આવે તેની સાથે જ પર્યાવરણ પ્રેમીઓ ભડકી જતાં હોય છે. પરંતુ વિકાસ અને વૃક્ષોનું જતન હવે એક સિક્કાની બે બાજુ જેવા બની ગયાં છે. ક્યાં તો વિકાસ મળે અથવા વૃક્ષો રહે તેવી સ્થિતિનું સર્જન થયું હોવાથી જો સરકાર તરફથી પણ આ માર્ગને પહોળો કરવાનું આયોજન કરવામાં આવે તો ૪૦૦થી વધુ વૃક્ષો કાપવાની વન વિભાગ પાસેથી મંજુરી લેવાની રહેશે. આ પ્રક્રિયા જટીલ અને લાંબી હોવાથી રોડને પહોળો કરવાની જમીની કામગીરી ક્યારે શરૃ થશે તે પણ કહી શકાય તેમ નથી
