GANDHINAGAR : સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો

0
23
meetarticle

શહેરના સેક્ટર ૨૧ના વાણિજ્ય વિસ્તારમાં રાજસ્થાનના શખ્સો દ્વારા સત્તાવાર નોંધણી કરાવ્યા વગર અને જીએસટી નંબર પણ લીધા વગર સ્પા ચલાવવામાં આવતુ સ્પા પોલીસે ઝડપી પાડયુ હતું. પ્રિમીયમ સ્પામાં સરકારના જાહેરનામાની ઐસી કી તૈસી કરવામાં આવી હતી. એસઓજીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી તેમાં ભાડો ફુટી જતાં પલીસ દ્વારા બે શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

એસઓજી ગાંધીનગરની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન સેક્ટર ૨૧માં ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા પ્રિમીયમ સ્પામાં તપાસ કરતા સંચાલકો પાસે સ્પા ચલાવવા માટે જરૃરી પોલીસ સ્ટેશનની નોંધણી કે જીએસટી નંબર નહીં હોવાનું ખુલતાં રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી ૩૫ વષય સંચાલક જયેશકુમાર ગુલાબજી પાંડે અને મુળ રાજસ્થાનના અને હાલ મોટા ચિલોડામાં પ્રાઇમ વિલા હોટેલમાં રહેતા માલિક નરેન્દ્રસિંહ ઇશ્વરસિંહ રાવ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સ્પાનો માલિક જોકે દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ હતું, કે જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા આવા સ્પા અને મસાજ પાર્લરો સામે તપાસ ઝુંબેશ ચાલુ રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here