GANDHINAGAR : સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો

0
38
meetarticle

ગાંધીનગરના સેક્ટર ૨૪માં આવેલી ઇન્દિરાનગર વસાતમાં પાંચ વર્ષની માસુમ બાળકી ઉપર કોઈ નરાધમ દ્વારા પોતાની હવસ સંતોષવા માટે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘાયલ બાળકીને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ નરાધમને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. જોકે ચાર જેટલા શંકાસ્પદને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૃ કરવામાં આવી હતી.

  • આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી ગઈકાલે સુઈ રહી હતી તે દરમિયાન મોડી રાત્રે શૌચક્રિયા માટે જાગી હતી અને ત્યારબાદ રડતી રડતી તે તેની દાદી પાસે પહોંચી હતી અને ભૂત આવ્યું, ભૂત આવ્યું કહીને જોર જોરથી રડવા લાગી હતી. જેના પગલે તેના દાદી પણ જાગી ગયા હતા અને બાળકી ઉપર નજર કરતા તેના કપડા લોહીવાળા જોવા મળ્યા હતા. જેથી તુરંત જ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી અને ત્યારબાદ તેણીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા સારવાર શરૃ કરવામાં આવી ત્યારે આ બાળકી ઉપર કોઈ નરાધન દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. જેના પગલે તુરંત જ એમએલસી દાખલ કરીને સેક્ટર ૨૧ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં બાળકીની પૂછપરછ કરી હતી અને ફરિયાદના આધારે આ કૃત્ય કરનાર આરોપીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. બીજી બાજુ પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈને પણ તપાસ શરૃ કરવામાં આવી હતી અને ચાર જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૃ કરવામાં આવી છે. ઘટના સ્થળે એફએસએલને પણ બોલાવીને પોલીસ દ્વારા જરૃરી સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આ બાળકીના માતા-પિતા વચ્ચે અણબનાવ હોવાથી તેની માતા પિયરમાં બાળકીને લઈને આવી હતી અને અહીં જ રહેતી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની વ્યક્તિઓની પણ પૂછપરછ શરૃ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here