GANDHINAGAR : આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી

0
34
meetarticle

ગાંધીનગરની આરટીઓમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે, એઆઇ આધારિત વીડિયો એનાલિટિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે આ નવી સિસ્ટમ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે, 

જેમાં માનવીય હસ્તક્ષેપની કોઈ જગ્યા રહેશે નહીં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં તેની અમલવારી પહેલાં જરૃરી ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, અને સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ આફ રોડ ટ્રાન્સપોર્ટની મંજૂરી મેળવ્યા બાદ તેને સારથી સિસ્ટમ સાથે જોડવામાં આવશે.આરટીઓમાં નવી એઆઈ સિસ્ટમના અમલ પહેલાં વ્યાપક ટ્રાયલ્સ હાથ ધરવામાં આવ્યા છે. સેન્સર આધારિત સિસ્ટમ વડે રૃટિન ડ્રાઇવિંગ ટેસ્ટ અને તેના પરિણામોની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. તેમ છતાં, તેની સમાંતર એઆઈ આધારિત સિસ્ટમ વડે દૈનિક આશરે ૧૦ ટેસ્ટના વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. આ વીડિયો જરૃરી ચકાસણી માટે સીઆઈઆરટીને મોકલવામાં આવે છે. સીઆઈઆરટીની ટીમ આ વીડિયોનું વિગતવાર પરીક્ષણ કરે છે, જેમાં કેમેરા એંગલ, વીડિયો ક્વોલિટી અને એનાલિટિક્સની ચોકસાઈનું મૂલ્યાંકન થાય છે. જો કોઈ ખામી જણાય તો તેમાં સુધારા વધારા કરવામાં આવશે, અને ત્યારબાદ જ ટ્રેકને અંતિમ મંજૂરી અપાશે.હાલની જુની સિસ્ટમમાં સોફ્ટવેર અને અન્ય ખામીઓને કારણે અનેક વખત ટેસ્ટ પ્રક્રિયા અટકી જતી હોય છે, પરંતુ નવી વ્યવસ્થામાં સર્વરની સમસ્યા હોવા છતાં વીડિયો રેકોડગ વડે કામગીરી પૂર્ણ થઈ શકશે. આમ, આ ટ્રાયલ્સ અને મંજૂરી પ્રક્રિયા નવી ટેક્નોલોજીને વધુ અસરકારક બનાવવામાં મદદરૃપ થશે, જેનાથી ભવિષ્યમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ગુણવત્તા વધશે.૧૮ કેમેરા વડે વાહનની દરેક હલનચલન પર નજર રાખવામાં આવશે. એઆઈ વીડિયો એનાલિટિક ટેક્નોલોજીમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૃર રહેશે નહીં, જે તેને વધુ નિષ્પક્ષ અને કાર્યક્ષમ બનાવે છે.સીઆઈઆરટીની મંજૂરી બાદ તેને સારથી સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે, જેનાથી રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા વધુ આધુનિક બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here