GANDHINAGAR : ઉવારસદમાં એલઇડીના ગોડાઉનમાંથી રૃપિયા ૬.૨૫ લાખના મત્તાની ચોરી

0
47
meetarticle

ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ઓરીઅન એનર્જી નામના ઈલેક્ટ્રીક ઉપકરણોના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઉપકરણોનો સામાન મળી કુલ ૬.૨૫ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ગામમાં ઈલેક્ટ્રીક ઉપકરણો બનાવતા ગોડાઉનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતા સૂચિત અરવિંદભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે ઉવારસદ ગામથી અડાલજ તરફ જતા રોડ ઉપર પોતાના બોર ઉપર ઓરીઅન એનર્જી’ નામની સોલાર પેનલ અને એલ.ઈ.ડી. લાઇટનો વેપાર કરે છે અને તેનું ગોડાઉન પણ ત્યાં જ આવેલું છે. ગત શનિવારે બપોરના સુમારે તેમના ગોડાઉનના તાળા તોડીને તેમાંથી વિવિધ ઉપકરણો તેમજ એલઈડી બનાવવાનો સામાન અને બહાર પડેલું ટ્રેક્ટર મળીને ૬.૨૫ લાખ રૃપિયાનો મુદ્દામાલ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી આ સંદર્ભે હાલ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here