GANDHINAGAR : એક પેડ મા કે નામ ૨.૦ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે વાવોલ-ઉવારસદ રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

0
69
meetarticle

ગાંધીનગર શહેરમાં ગ્રીનફિલ્ડનો ફેલાવો વધારવા હેતુ “એક પેડ મા કે નામ ૨.૦” અંતર્ગત ગાંધીનગરના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે વાવોલ-ઉવારસદ રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના ગ્રીન કવરને વધારવા ગાંધીનગર મહાનગરપાલિકા અને ઇફકોના સંયુક્ત ઉપક્રમે વાવોલ-ઉવારસદ રોડ પરના શ્રી હરિ ૧૪૨ પ્લોટ પાસે મહાનગરપાલિકાના પ્લોટમાં મહાનુભાવોના હસ્તે અંદાજે 4૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રીશ્રીએ વડલાનું વાવેતર કર્યું હતું. આ સાથે ઈફકો દ્વારા જિલ્લાના વિવિધ ૧૧ ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્યશ્રી શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહજી વાઘેલા, કલેકટરશ્રી મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન. વાઘેલા, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ડેપ્યુટી ચેરમેન શ્રી બલબીર સિંહ, ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બિપીનભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખશ્રી આશિષભાઈ દવે તથા બહોળી સંખ્યામાં યુવાઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્યશ્રી શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહજી વાઘેલા, કલેકટરશ્રી મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન. વાઘેલા, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ડેપ્યુટી ચેરમેન શ્રી બલબીર સિંહ, ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બિપીનભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખશ્રી આશિષભાઈ દવે તથા બહોળી સંખ્યામાં યુવાઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here