GANDHINAGAR : ખનીજનું ગેરકાયદે વાહન કરતાં 9 વાહનો સહિત 3.25કરોડનો માલ જપ્ત કરાયો

0
75
meetarticle

કલેક્ટરની સૂચનાથી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ દ્વારા જુદીજુદી તપાસ ટીમો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

જિલ્લા ભૂસ્તરની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં જુદાજુદા છ વિસ્તારોમાંથી ખનીજની બિનઅધિકૃત હેરાફેરી પકડી પાડી હતી. ખનીજના બિનઅધિકૃત વાહન કરતા 9 વાહનો સહિત 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વાહન માલિકો પાસેથી 19.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.કલેક્ટરની સૂચનાથી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ દ્વારા જુદીજુદી તપાસ ટીમો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ચાર દિવસ સુધી આ ટીમો દ્વારા જાસપુર રોડ, કલોલ ડી માર્ટ પાસે, રીંગ રોડ ગાંધીનગર, નારદીપુર રોડ, સીહોલી ચોકડી, અડાલજ-પોર રોડ જેવા અલગ-અલગ વિસ્તારમાં ખનીજ ભર્યા વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ, સાદી રેતી અને માટી ભરેલા 9 વાહનો ઝડપાયા હતા. જેમાં પાંચ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ચાર વાહનો ઓવરલોડ ખનીજનું વાહન કરતા હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન આશરે 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાહનોના માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ કુલ 19.43 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here