GANDHINAGAR : ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં

0
41
meetarticle

ગાંધીનગર: લોકોની સુવિધા માટે અનિવાર્ય એવા કામોને હવે વિકાસના કામની ઓળખ અપાઇ છે. પરંતુ ગિયોડ ગામમાં રસ્તા અને પેવર બ્લોકના વિકાસથી લોકોને સુવિધાના બદલે દુવિધા મળી છે. ગટરના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેવાતા શેરી, ગલીઓમાં ગંદા પાણી ઉભારવા લાગ્યા છે. તેમાં આડેધડ પેવર બ્લોકિંગ પણ કારણભૂત બનતા લોકો ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબુર બન્યાં છે.

ગાંધીનગર તાલુકાના ગિયોડ ગામના રહેવાસીઓને રસ્તાની સુવિધા મળવાની સાથે ગંદા પાણી ચારેકોર ઉભરાવાની દુવિધા મફતમાં મળી ગઇ છે. વિકાસના કથિત કામના આયોજન કરવામાં આવે તેમાં પીવાના પાણી અને ગટરના ગંદા પાણી તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સૌપ્રથમ કરવામાં આવે તો જ ખાર અર્થમાં આમ જનતાને વિકાસના ફળ ચાખવા મળે તે બાબત સાબિત થઇ ચૂકેલી છે. પરંતુ પાટનગરના તાલુકાના ગામમાં જ અવળી ગંગા વહેવા જેવો તાલ સર્જાયો છે. અહીં ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલનું કોઇ આયોજન કર્યા વગર જ પેવર બ્લોક નાંખવા અને રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી છે અને ચાલી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, રસ્તાનું લેવલ ઉંચુ આવી જવાથી ઘરમાં ઉત્પન્ન થતા ગંદા પાણીનો નિકાલ અવરોધાઇ ગયો છે. પરિણામે શેરી અને ઘરના આંગણામાં ચોતરફ પાણી, પાણીની સ્થિતિ સર્જાઇ છે. તેમાં મચ્છરની ઉતપ્તિ થવાના કારણે અબાલ, વૃદ્ધ સૌ કોઇ માથે રોગચાળાનું જોખમ ઉભુ થયું છે. લોકોને ગંદા પાણીમાં થઇને જ ચાલવા સિવાયનો રસ્તો રહ્યો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here