GANDHINAGAR : ચાઇનીઝ અને ઓનલાઇન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ,ગુનો દાખલ થશે

0
67
meetarticle

દિવાળી પર્વ શરૃ થઇ ગયા છે ત્યારે ફટાકડાને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં વિદેશી ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલુ જ નહીં, લાયસન્સધારકો જ ફટાકડાનું સેફ્ટી સાથે વેચાણ કરી શકશે અને હોસ્પિટલ, ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ન્યાયાલય આસપાસ ફટાકડા ફોડી શકાશે નહીં.તો ઓનલાઇન ફટાકડાનું વેચાણ નહીં કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

હાલમાં દિવાળી પર્વનો માહલો જામ્યો છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વેકેશન શરૃ થઇ ગયું છે. ત્યારે દિવાળીના આ પર્વ દરમ્યાન ફટાકડા ફોડવાથી કોઇ અનિશ્ચનિય ઘટના ન ઘટે તે માટે ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલ દવે દ્વારા ફટાકડાને લઇને જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં લાયસન્સધારક વેપારી જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઓનલાઇન વેબસાઇટમાંથી ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની સાથે રાત્રે આઠથી ૧૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે.તો હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ,ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારને સાઇલન્ટ ઝોન તરીકે ગણવામાં આવ્યા હોવાથી અહીં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.નાગરિકોને અગવડ ઉભી ન થાય તે માટે જાહેર સ્થળો ઉપર તેમજ પેટ્રોલપંપ-ગેસ લાઇનની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન તથા વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવાનાર વ્યક્તિ સામે ગુનો પણ દાખલ કરવા પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here