GANDHINAGAR : ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો

0
55
meetarticle

 તારીખ ૩૧મી ડિસેમ્બર નજીક આવી રહી છે. નવા વર્ષની ઉજવણી કરવામાં મોંઘા દારૃની રેલમછેલ થતી હોય છે. ત્યારે સતર્ક બનેલી પોલીસે ચિલોડા-હિંમતનગર હાઇવે પર ચંદ્રલા ગામ પાસે ટ્રાવેલ્સની બસને રોકીને તલાસી લેતાં મુંબઇના દાદર વેસ્ટના રહેવાસી શખ્સ પાસેથી રૃપિયા ૩૬ હજારની એક એવી વિવિધ બ્રાન્ડની ૧૩ બોટલ મળી હતી. ચિલોડા પોલીસે રૃપિયા ૪.૬૮ લાખનો ઉપરોક્ત દારૃ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચિલોડા પોલીસ મથકના ઇન્સપેક્ટર એસ. જે. ચૌહાણના જણાવવા પ્રમાણે નશીલા પીણાની હેરાફેરી રોકવા સંબંધે હાઇવે પરથી પસાર થતી ખાનગી બસોમાં તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગુજરાત ટ્રાવેલ્સની લકઝરી બસને રોકીને તલાસી શરૃ કરવામાં આવી ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુંબઇના દાદર વેસ્ટ વિસ્તારમાં રહેતાં ભુપેશ રામકૃષ્ણ જોશીની શંકાસ્પદ હિલચાલ જણાવાથી તેની પાસે રહેલા થેલાની તાપસ કરવામાં આવતાં તેમાંથી બે બોક્સ મળી આવ્યા હતાં. જેમાંથી દારૃની ૧૩ બોટલ મળી આવી હતી. તપાસ કરવામાં આવતાં દારૃની એક બોટલની કિંમત રૃપિયા ૩૫,૯૯૩ હોવાનું જાણવામાં આવ્યુ હતું. આ સાથે રૃપિયા ૪.૬૮ લાખની દારૃની ઉપરોક્ત બોટલો જપ્ત કરવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ક્યાંથી દારૃ લેવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો. તે વિષયે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here