GANDHINAGAR : દશમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે ધન્વંતરી પૂજન કાર્યક્રમ તેમજ મોટા કોટડા આયુર્વેદ દવાખાનાનો ઉદ્ઘાટન સમારોહ સાથે આયુષ મેગા કેમ્પ

0
62
meetarticle

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે મોટા કોટડા ખાતે નવ નિર્મિત જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું – મોટા કોટડા, તા ઇડર જી સાબરકાંઠા નો ઉદ્ઘાટન સમારંભ તથા ધનવંતરી હવન નું આયોજન કરવામાં આવ્યુ. આ સમારંભનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ધન્વન્તરી વંદના સાથે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કુ . અનસુયાબેન ગામેતી ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિ, સાબરકાંઠા જિલ્લા પંચાયત, યતીનભાઇ પ્રજાપતિ, ડાયરેક્ટર શ્રી, માધવ ગ્રુપ, અતિથિ વિશેષ તરીકે શ્રી કાંતિભાઈ પી. પટેલ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત , ઇડર, જ્યોત્સનાબેન પંડ્યા, અધ્યક્ષશ્રી, ઈડર તા. પં.કા. સમિતિ, કોકિલાબેન પટેલ સરપંચશ્રી, મોટા કોટડા, શ્રી કેશુભાઈ પટેલ, પૂ. અધ્યક્ષ, ઈડર તા. પં.કા. સમિતિ, તેમજ માનનીય શ્રી હર્ષદ વોરા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા હાજર રહેલ હતા.


સૌપ્રથમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય પ્રજ્ઞા ડી. શાહ દ્વારા મહેમાનોનો પરિચય તથા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું. ઉપરાંત આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આહાર-વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, સ્વસ્થવૃત, અગ્નિકર્મ, રક્તમોક્ષણ, વિદ્ધ કર્મ ચિકિત્સા, નાડી પરીક્ષા અને હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિના વિવિધ ચાર્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું.
આયુષ નિદાન સારવાર કેમ્પ અંતર્ગત નીચે મુજબની વિવિધ ઓ.પી.ડી.ઓમાં 406 દર્દીઓ, અગ્નિકર્મ રક્ત મોક્ષણ માં 105 દર્દીઓ, ચાટ પ્રદર્શન 282 લાભાર્થીઓ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત 210 વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું તેમજ યોગ નિદર્શન કરવામાં આવ્યું…

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here