GANDHINAGAR : ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં ત્રણ નવા પ્રોજેક્ટનું ઈ લોકાર્પણ

0
18
meetarticle

ગાંધીનગર ખાતે યોજાયેલ મન્થન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત ભાઈ શાહ દ્વારા ગુજરાત ની વિવિધ સહકારી સંસ્થાઓના નવા  પ્લાન્ટનું ઈ- લોકાર્પણ  કરવામાં આવ્યું.

જેમાં નર્મદા જિલ્લાની ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં ત્રણ નવા પ્રોજેક્ટ માં પહેલો 30 મેગાવોટનો વીજળીનો પ્રોજેક્ટ  બીજો 45 કિલો પ્રતિદિવસ ઇથેનોલ પ્રોજેક્ટ અને ત્રીજો 50 મેટ્રિક ટન  ઓર્ગેનિક પોટાશના ઉત્પાદન પ્લાન્ટનું એ લોકાર્પણ કરાવમાં આવ્યું ,આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ માં  ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી  ના કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી  ના કેમ્પસમાં મોટી સઁખ્યામા સભાસદો અને કમિટી સભ્યો ઉપસ્થિતત રહ્યા હતા.

આ ત્રણ પ્રોજેક્ટ ના લોકાર્પણ થવાથી હવે ફેક્ટરી ની તમામ વીજળી આ પ્રોજેક્ટ થઈ વપરાશે ઉપરાંત વધારાની વીજળી ડીજીવીસીએલ ને આપવામાં આવશે જેની આવક સંસ્થા ને થશે,વળી ઇથેનોલ બળતણ ની કાચી પેદાશ માં વપરાવવા ઉપરાંત વેચાણ પણ થશે

અને  હવે  ઓર્ગેનિક પોટાશ  પણ અહીજ બનવાથી સભાસદો અને ખેડૂતો કૃત્રિમ ખાતર થી છુટકારો મેળવશે અને આ તમામ પપ્રોડક્ટ ની આવક થતા સભાસદો ની આવક માં પણ વધારો થશે અને ખાંડ  ઉત્પાદન ખર્ચ માં ઘટાડો થતા ગ્રાહકોને પણ ફાયદો થશે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here