નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે IPSની બઢતી પણ કરવામાં આવી છે.

બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ
મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
રાજીવ ટોપ્નો (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતીસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આ અધિકારીઓને પે-મેટ્રિક્સના લેવલ 17 (રૂ. 2,25,000 ફિક્સ) મુજબ બઢતી આપવામાં આવી છે.
જુઓ સત્તાવાર યાદી


