અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, કેડર મુજબ સપ્રમાણ કામગીરી સોંપવા માગ કરાઈ છે, ગુજરાત સહિત 12 રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થઈ SIR પ્રક્રિયા અને પરખ સર્વેમાં ગુજરાતનું શિક્ષણ સ્તર કથળ્યું હોવાનો આવ્યો છે રિપોર્ટ.

દક્ષિણ વિધાનસભા વિસ્તારના કુડાસણમાં આ મહિલા શિક્ષિકા ડોર ટુ ડોર ફરી રહી છે
પરખ સર્વેમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધારે કથળ્યુ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે શિક્ષણની જવાબદારી જેના માથે છે તે શિક્ષકોને ફરીથી એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અને આ કામગિરી છે વિશેષ મતદાન સુધારણા માટેની. ગુજરાતના 52 હજાર બુથ પૈકી 38 હજાર બુથમાં શિક્ષકો ને કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ મહિલા શિક્ષિકાને પણ જવાબદારી સોંપાતા બીજા પણ પ્રશ્નો ઉભા થયા છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના કુડાસણમાં આ મહિલા શિક્ષિકા ડોર ટુ ડોર ફરી રહી છે. કારણ કે તેને જવાબદારી સોંપવામાં આવી છે SIRની.
આ મહિલા આ વિસ્તારમાં રહેતા મતદારોને ફોર્મ આપવાના છે
દરેક ફોર્મમાં દરેક સભ્યોની સહી લેવાની અને પુરાવા તપાસવાના છે. મતદારોને વધારે તો કંઈ સમજાવાનું થતું નથી પણ પ્રાથમિક માહિતી જેવી કે જન્મ તારીખ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ નંબર (મતદાર જો આપવા ઇચ્છે તો) ની માહિતી મેળવવાની છે. હાલની વર્ષ 2025 ની મતદાર યાદી ને વર્ષ 2002 ની મતદાર યાદી સાથે સરખાવવાની છે. જો વર્ષ 2002 ની યાદી માં મતદારનું નામ હોય તો એસ.આઈ આર. ફોર્મ માં નીચેના ભાગે આવેલી કોલમની વિગતો મતદાર પાસે ભરાવવાની છે.
ચૂંટણી પંચના પરિપત્રમાં 12 કેડરને કામગીરી સોંપવામાં આવી છે
બીજી તરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ આ અંગે ચૂંટણી પંચ તથા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી પંચના પરિપત્રમાં 12 કેડરને કામગીરી સોંપવામાં આવી છે પરંતુ 52 હાજરમાંથી 38 હજાર કરતા વધારે બુથ માટે શિક્ષક ને કામગીરી સોંપવામાં આવી છે. બાકીની કેડરમાં કામગીરી સપ્રમાણ વહેંચાય એવી માંગ છે. આ બાબતે આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ એક બેઠક યોજવામાં આવશે જેમાં SIR અંગે દરેક જિલ્લામાંથી જે રજૂઆત આવશે એવી બાબતો ને આધિન ચૂંટણીપંચને ભલામણ કરવામાં આવશે. જો સુધારો નહીં થાય તો આગામી કાર્યક્રમ ઘડાશે. તેમ છતાં જો જો ચૂંટણી પંચ દ્વારા માંગ નહિ સંતોષવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સંઘનું માનવું છે કે શિક્ષકો નિષ્ઠાથી કામ કરે છે તેમ છતાં કામ માં ચૂક થાય તો ધરપકડના વોરંટ ઇશ્યૂ કરે છે, યોગ્ય વર્તન નથી કરતા અને ગરિમા જાળવતા નથી.
ગુજરાતમાં 27 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી SIR ફોર્મની ફાળવણી કરી દેવામાં આવી છે
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી કામ ચાલવાની છે.. આ કામગીરીમાં નામ સુધારણા થશે જેમાં ડુપ્લીકેટ નામ, સ્થળાંતર થયેલા હોય એ તમામ બાબતો આ કામગીરીમાં થશે. આ અંતર્ગત આજથી કામગીરી શરૂ થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે એક હકીકત એવી પણ છે કે તમામ સ્થળો પર આજથી કામગીરી શરૂ થઈ નથી. શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા આગેવાનો કહી રહ્યા છે કે, કામગીરી નહિ શરૂ થવા પાછળ શિક્ષકો સ્થળ સુધી પહોંચવાની તૈયારીમાં હોય કે પછી સાહિત્ય એકઠું કરવામાં આવી રહ્યું હોય એટલે કેટલીક જગ્યા પર કામગીરી શરૂ થઈ શકી નથી. આ વિવાદ બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા ચૂંટણી પંચને પણ પૂછવામાં આવ્યું. ચૂંટણીપંચ આ બાબતે આગામી સમયમાં નિર્ણય લેવાશે તેમ કહે છે. જો કે ચૂંટણી પંચનું માનવું છે કે વિવાદ થઈ શકે છે એ કારણોસર કેમેરા સામે ચૂંટણી પંચ કંઈ કહેવા તૈયાર નથી.

