કલોલ તાલુકાના રકનપુર ગામે કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં અન્ય સાથે સંબંધ હોવાની અદાવત રાખીને યુવાન દ્વારા તેની પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હતી અને કેસ ચાલી જતાં કલોલના એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને આધારે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા આપી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશનો વતની નારાયણસીંગ મખ્ખનસીંગ કુશવાહા રકનપુર ગામે પ્રમુખ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અરવિંદ એકવા પ્રા. લિ. કંપનીના ક્વાર્ટરમાં રહેતો હતો. તેને શોભા ઉર્ફે શોભના ગોપાલ વાનખેડે સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, શોભનાને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા અને તે વારંવાર પૈસાની માંગણી કરતી હોવાથી તેની હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો. ગત ૯ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તેના મકાનમાં શોભના સાથે તેને ઝઘડો થતાં પાવડાનો તૂટેલો લાકડાનો ધોકો શોભનાના માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ અત્યંત ક્રતા દાખવી શોભનાનું માથું દીવાલ સાથે અથડાવી અને કપડા સુકવવાના દોરડા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ રૃમને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. કોરોના કાળના કારણે લાંબા સમય પછી જ્યારે લાશ મળી ત્યારે તે હાડપિંજર હાલતમાં હતી. જે સંદર્ભે સાંતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના ૫માં એડીશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ જે.એચ જોશી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો પુરાવો એફ.એસ.એલ દ્વારા આપવામાં આવેલ ડી.એન.એ અહેવાલ સાબિત થયો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે, ફરિયાદ પક્ષ તમામ સાંયોગિક પુરાવાની કડીઓ જોડવામાં સફળ રહ્યો છે.આમ, સમાજમાં દાખલો બેસે તે રીતે કોર્ટે આ જઘન્ય અપરાધ માટે આરોપીને તેના છેલ્લા શ્વાસ સુધી જેલના સળિયા પાછળ રાખવાનો આદેશ આપ્યો છે.આ કેસના ચુકાદાની શરૃઆત ન્યાયાધીશ દ્વારા એક પવિત્ર શ્લોકથી કરવામાં આવી હતી ન ીવધસમં પાપં ન ચતતત્સ દશાંડ૫૨ઃ તસ્માત તસ્ય વંધે દંડ, કઠોર સમ્પ્રદીપમ. જેનો અર્થ સ્પષ્ટ કરતા કોર્ટે જણાવ્યું હતું કે ીની હત્યા સમાન બીજું કોઈ પાપ નથી અને આવો ગુનો કરનાર સામે કઠોર દંડ અનિવાર્ય છે.

