GANDHINAGAR : મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન

0
40
meetarticle

રાજ્યમાં ફરજ બજાવતા શિક્ષકો કે જેમને હાલ બીએલઓની જવાબદારી એસઆઇઆર અંતર્ગત આપવામાં આવી છે તેમની સ્થિતિ હાલ ખુબ કફોડિ છે. ટાર્ગેટેડ કામને કારણે તણાવ વધી રહ્યો છે તથા સતત કામગીરીનું ભારણ પણ વધી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે અપલોડ કરવાની કામગીરી કે પહેલેથી જટીલ છે તેમાં સર્વરના ધાંધિયા હોવાને કારણે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મતદાર યાદી ચકાસણીની ખાસ ઝુંબેશ એસઆઇઆર અંતર્ગત હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે જે અંતર્ગત મોટાભાગના ગણતરી ફોર્મ મતદારોને ઘરે ઘરે જઇને બીએલઓ મારફતે પહોંચતા કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે આ ફોર્મ ભરીને તેનું જરૃરી મેપિંગ અથવા તો પુરાવા સાથે સ્વિકારવાના એટલે કે,પરત લેવાની ક્રિયા ચાલી રહી છે. મતદારોમાં નિરૃત્સા હોવાને કારણે ફોર્મ ભરવાની અને તે પરત લેવાની કામગીરી પણ બીએલઓએ ઘરે ઘરે જઇને હાલ કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં હવે આ ફોર્મ અપલોડની જવાબદારી બીએલઓના માથે જ છે ત્યારે ફોર્મ એપ્લિકેશનમાં અપલોડ કરવાની પ્રક્રિયા જટીલ હોવાની સાથે લાંબી છે જેથી બીએલઓ પહેલેથી જ આ પ્રક્રિયા માટે કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો સહાયક મુકવા માટે માંગણી કરી રહ્યા છે. તેવી સ્થિતિમાં હવે એપ્લિકેશનમાં એક જ સમયે ઘણા બધા યુઝર્સ હોવાને કારણે સર્વરના પણ ધાંધિયા વારંવાર રહે છે. જેના કારણે અપલોડનો ગ્રાફ પણ ઉંચો આવતો નથી તેવી સ્થિતિમાં ઉપરથી સમયમર્યાદામાં ચોક્કસાઇ પુર્વકનું કામ માંગવામાં આવે છે જેના કારણે બીએલઓની માનસિક સ્થિતિ ઉપર અસર પડી રહી છે. ફોર્મના અપલોડ માટે ટ્રેઇન કર્મચારીઓ અથવા સહાયક આપવામાં આવે તો કામગીરી ઝડપથી અને ચોક્કસાઇથી થઇ શકે તેમ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here