માણસા શહેરમાં ઈટાદરા ચોકડી પાસે આવેલ કોલેજ શોપિંગ સેન્ટરની એક મોબાઇલની દુકાન ની પાછળના ભાગે આવેલ બારીના સળિયા કાપી ચોર ઇસમોએ દુકાનમાં પ્રવેશી એક લાખ એંશી હજાર રૃપિયાના અઢાર મોબાઈલ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

માણસા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પંકજકુમાર વિઠ્ઠલભાઈ પ્રજાપતિની બ્રહ્માણી મોબાઈલ નામ ની દુકાન શહેરના ઇટાદરા ચોકડી પર કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલી છે જેમાં ગત રવિવારે બપોરે વેપારી દુકાન બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે તેમની દુકાનની પાછળ કોલેજના ખુલ્લા મેદાનમાં અજાણ્યા ચોર ઈસમો મોઢા પર બુકાની બાંધી આવ્યા હતા અને દુકાનની પાછળ આવેલ બારીના સળિયા કાપી દુકાનમાં પ્રવેશ કરી જુદી જુદી કંપની નામ ૧,૭૯,૬૬૨ રૃપિયાના ૧૮ મોબાઇલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા તો જ્યારે દુકાનદાર કાલે સવારે દુકાન પર ગયા અને બારીના સળિયા તૂટેલા જોતા ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડયું હતું જે બાદ તેમને ૧૮ જેટલા મોબાઇલની ચોરી થઈ હોવાથી ગણતરી કર્યા બાદ માણસા પોલીસને સમગ્ર બાબતે જાણ કરી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

