GANDHINAGAR : મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી

0
14
meetarticle

ઉત્તરપ્રદેશથી આવીને ભાણી રખિયાલમાં મામાના ઘરે અભ્યાસ કરતી હતી જ્યાં મામા દોઢ વર્ષથી શારિરીક અડપલા કરીને અઘટીત માંગણી કરતા હતા. જો કે સગીરાએ માતા-પિતાને આ અંગે વાત કરતા સાંભળવા તૈયાર ન હતા અને મામાએ દોઢ મહિના સુધી ભાણીને કોલેજ પણ જવા દીધી ન હતી. મામીએ વાત કરતા તેણે મામાને ઠપકો આપ્યો હતો. જેથી મામાએ ભાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગઇ હતી. આ બનાવ અંગે  રખિયાલ પોલીસે મામા સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દોઢ મહિનાથી કોલેજ પણ જવા દીધી નહી ઃ મામા લેવા મુકવા આવતા રખિયાલ પોલીસે મામા સામે છેડતીનો ગુનો નોંધી તપાસ શરુ કરી

 ઉત્તરપ્રદેશની યુવતીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં તેના મામા સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૪માં યુવતી સગીરવયની હતી ત્યારે માતા-પિતાએ તેને વધુ અભ્યાસ માટે રખિયાલમાં તેના મામાના ઘરે મોકલી હતી. તે મામાના ઘરે રહીને કોલેજમાં અભ્યાસ કરતી હતી. દોઢ વર્ષથી મામા ભાણી ઉપર ખરાબ નજરથી જોતા હતા. એકલતાનો લાભ લઇને મામા ભાણીને શારિરીક અડપલા કરીને બિભત્સ માંગણીઓ કરતા હતા.  યુવતી તેના વતન ગઇ ત્યારે માતા-પિતાને વાત કરી હતી તેમને પણ વાત સાંભળી ન હતી છેલ્લા દોઢ મહિનાથી મામાએ ભાણીને કોલેજ પણ જવા દીધી ન હતી અને લેવા મુકવા મામા જતા ત્યારે પણ અડપલા કરતા હતા. ભાણીએ મામીને વાત કરતા મામીએ મામાને કેમ ભાણીને હેરાન કરો છો કહીને ઠપકો આપ્યો હતો. જેથી મામાએ ભાણીને તું કેમ મારી પત્નીને મારા વિરુધ્ધ ભડકાવે છે કહીને આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તાજેતરમાં ઘરમાં બધા સૂતા હતા ત્યારે યુવતી ઘરમાંથી નીકળી ગઇ હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here