મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.25મી માર્ચે યોજવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.25મી માર્ચે યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

માર્ચ મહિનાના ચોથા ગુરુવાર તા. 26 માર્ચે રામનવમીની જાહેર રજાને અનુલક્ષીને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 25 માર્ચે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
