ગાંધીનગર જિલ્લામાં બિનકાયદેસર ખનિજ ખનન અને વાહનવ્યવહાર પર અંકુશ લગાવવા ભુસ્તર તંત્ર દ્વારા નદીના પટમાં દરોડા પાડવાની ઉપરાંત હાઇવે માર્ગ ઉપર રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડેડ ખનીજની ગેરયાદે હેરાફેરી કરતા તત્વો સામે પણ લાલ આંખ કરી છે. જે અંતર્ગત રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડ ખનિજ લઈ જતાં ત્રણ ડમ્પરો પકડી પાડવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧.૦૫ કરોડ રૃપિયા છે.

ગાંધીનગરમાં રેતી સહિત ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વો સામે કડક પલગા ભરવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ દ્વાસ્ક્ષેત્રિય ટીમોને કામે લગાડી છે. જેમાં દહેગામ, લીંબડીયા અને છત્રાલ વિસ્તારમાં ચાલુ ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે બે ડમ્પર રોયલ્ટી પાસ વગર અને એક ડમ્પર મંજૂર કરતાં વધુ ઓવરલોડ સાદી રેતી લઈ જતાં પકડી પાડયા. આ ત્રણેય વાહનોનો સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.છેલ્લા એક અઠવાડિયામાં કલોલ, વલાદ, લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ અને ગાંધીનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવી ગુજરાત મિનરલ નિયમોહેઠળ કુલ ૫.૫૮ લાખ રૃપિયાની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી છે.ભૂમાફિયાઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટીતંત્રનો ઝીરો ટોલરન્સ સાથે કામ કરવા માંગી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં પણ આવા અભિયાનો વધુ તીવ્ર બનશે.આ કાર્યવાહીથી જિલ્લામાં ખનિજ માફિયાઓમાં દહેશત ફેલાઈ છે અને સરકારી મહેસૂલમાં પણ વધારો થઈ રહ્યો છે.

