GANDHINAGAR : શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી

0
49
meetarticle

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરા ગામના શિક્ષકને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગના બહાને રોકાણ કરીને નફાની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા ૧૪.૫૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે શેરબજારમાં રોકાણની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૃપિયા પડાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરા ગામમાં રહેતા શિક્ષક કૃણાલભાઈ પરબતભાઈ પટેલ આ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે તેઓ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા તે દરમિયાન તેમને એક્સિસ સિક્યુરિટી લિમિટેડનું ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત જોવા મળી હતી અને તેમણે તે ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ ભર્યા બાદ, એક વોટ્સએપ યુઝરએ તેમને વોઇસ કોલ કરીને જણાવ્યું હતું કે તેમનું એક્સિસ સિક્યુરિટી લિમિટેડમાં ખાતું ખૂલી ગયું છે અને તેમને સ્ટોક માર્કેટને લગતી માહિતી માટે એક ગુ્રપમાં જોડવામાં આવ્યા છે. ત્યારબાદ આ આ સાયબર ગઠિયાઓ દ્વારા તેમને ટ્રેડિંગ કરવાની લાલચ આપવામાં આવી હતી અને તેના થકી તેમને મોટો નફો મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી તેમણે તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર ૧૪.૫૦ લાખ રૃપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.જોકે જે રૃપિયા અને નફો પરત મેળવવાનો પ્રયાસ કરતા તેમને મળ્યા ન હતા અને જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી અને ત્યારબાદ આ અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે સાયબર ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here