GANDHINAGAR : શિક્ષણ સહાયક ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ

0
44
meetarticle

ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ તક આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ-2025ની જાહેરાત કરવામાં આવી છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી

આ ભરતી અંગેની જાહેરાત 01/03/2025 ના રોજ કરવામાં આવી હતી. ભરતીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં TAT(HS)-2023 પરીક્ષા પાસ કરેલા લાયકાત ધરાવતા ઉમેદવારો 12/11/2025 (સમય: 23:59 કલાક સુધી)ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.

પસંદગી સમિતિની સત્તાવાર વેબસાઈટ gserc.in પર જઈને તમામ યોગ્ય દિવ્યાંગ ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શિક્ષણ સહાયક ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ 2 - image
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here