GANDHINAGAR : સેક્ટર-૧માં સરકારી જગ્યામાં ઊભા થયેલા ઝૂંપડપટ્ટીના દબાણ દૂર કરાયા

0
18
meetarticle

ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરોમાં ઝૂંપડપટ્ટીના દબાણ ઊભા થઈ ગયા છે ત્યારે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા આજે ચ-૦થી ચ-૨ સુધી સેક્ટર ૧માં ઊભા થઈ ગયેલા ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં ૨૭થી વધુ દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા. તબક્કાવાર અન્ય સેક્ટરોમાં પણ ઝુંબેશ શરૃ કરવામાં આવશે.

ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જમીન ઉપર કાચા પાકા દબાણો ઊભા થઈ ગયા છે ત્યારે સેક્ટરોમાં લારી ગલ્લાની સાથે ઝૂંપડપટ્ટીના દબાણો થઈ જવાને કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે ત્યારે આજે ઝુંપડપટ્ટીના દબાણને કારણે ગંદકી ફેલાવાથી સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ તોળાઈ રહ્યું હોય છે ત્યારે સ્થાનિકોની ફરિયાદને પગલે કોર્પોરેશનની દક્ષિણ ઝોન એસ્ટેટ શાખા દ્વારા આજે પોલીસ તેમજ અન્ય વિભાગને સાથે રાખીને શહેરના ચ-૦થી ચ-૨ સુધી સેક્ટર ૧માં સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સવારથી સાંજ સુધીમાં ૨૭થી વધુ ઝૂંપડાંના દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા. આગામી દિવસમાં ગાંધીનગરના અન્ય સેક્ટરોમાં પણ ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નોંધવું રહેશે કે, ગાંધીનગરમાં વન વિભાગ અને માર્ગ મકાન વિભાગની ખુલ્લી જગ્યામાં ઝૂંપડપટ્ટી તેમજ અન્ય દબાણો ઊભા થઈ જતા હોય છે ત્યારે તેના કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here