GANDHINAGAR : સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા

0
21
meetarticle

 ગાંધીનગર શહેરના સેક્ટર ૧૫ માં આવેલા ફતેપુરામાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં આમતો શ્રાવણ મહિના દરમિયાન જુગારની પ્રવૃત્તિ ખૂબ જ ધમધમતી હોય છે પરંતુ ખૂણે ખાચરે જુગારીઓ બારેમાસ જુગાર રમતા હોય છે ત્યારે શહેરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સેક્ટર-૧૫, ફતેપુરા ખાતે ગગાજી શીવાજી ઠાકોરની ભાડાની ઓરડી આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીં જુગાર રમતા ફતેપુરાના કુલદિપસીંગ મહેન્દ્રસીંગ ગૌતમ,ભગતસીંગ રામનારાયણ કોળી, બ્રજલાલ જીયાલાલ રાય, મોનુ રામઓતાર દોહરે, સુનીલકુમાર શ્રીબાબુરામ કોરી, દયાલ મુંગાલાલ વર્મા, ગજેન્દ્ર જોલીપ્રસાદ જાટવ, કમલેશ બ્રિજમોહન વર્મા, અનિલસિંહ રામસનેહી કોરી, જીતેન્દ્ર રામસનૈહી કોરી ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૧૦ હજાર ઉપરાંત રોકડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here