GANDHINAGAR : MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો ખુલાસો

0
64
meetarticle

ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાં બન્યો હોવાની માહિતી સામે આવતા રાજકીય વર્તુળોમાં ચચા શરૂ થઈ છે.

જાણો શું છે મામલો

માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનના PI રેખા સિસોદિયા અને તેમની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિએ જાણ કરી હતી કે MLA ક્વાર્ટરમાં શંકાસ્પદ રીતે એક કપલ રોકાયું છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં કપલ ધારાસભ્ય અનંત પટેલના ક્વાર્ટરમાં હાજર હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બંનેની પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને એકબીજાના પરિચિત છે. છોકરી કોલેજમાં અભ્યાસ કરે છે જ્યારે છોકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને સગીર હોવાના કારણે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી.સૂત્રોના જણાવ્યાનુસાર, આ કપલ ધારાસભ્ય અનંત પટેલના PAના પરિચિત હોવાથી ક્વાર્ટરમાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી, અને તેઓ પણ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ પૂછપરછ બાદ કોઈ ગુનાઈત તત્ત્વ સામે ન આવતા કપલને મુક્ત કરવામાં આવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here