GANDHINAGAR : અડાલજ અને કલોલની બે શાળામાં બોમ્બ મુકાયાના ઇ-મેઇલથી દોડધામ

0
53
meetarticle

 કેન્દ્રીય ગૃહમંત્રીના મત વિસ્તારમાં અમદાવાદમાં આવેલી શાળાઓમાં બોમ્બ મુકાયાની ધમકીના ઇ-મેઇલ મળ્યાની સાથે ગાંધીનગર જિલ્લામાં અડાલજ અને કલોલની મળીને બે શાળામાં પણ મેઇલ આવતાં દોડધામ મચી હતી. પાટનગરમાં તો વાલીઓ શાળાએ દોડી ગયા હતાં અને બાળકોને ઘરે લઇ ગયા હતાં. દરમિયાન બોમ્બ સ્કવોડ, પોલીસ અને ફાયર બ્રિગેડની તપાસમાં કંઇ વાંધાજનક દેખાયું ન હતું. જ્યારે પોલીસે સચિવાલયમાં પણ ખુણેખુણો ફેંદી નાંખ્યો હતો. બીજી બાજુ ફ્રોડ મેઇલ હોવા છતાં અફરા તફરીનો માહોલ સર્જાવાથી તકેદારી સાથે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની અન્ય શાળા સંચાલકોને શિક્ષણ તંત્ર દ્વારા સુચના અપાઇ હતી.શાળાઓથી લઇને સાબરમતી જેલ સુધી ધમાકા અને બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ઇ-મેઇલથી શાળા સંચાલકોને રીતસર પસીનો છુટી ગયો હતો. આ સંબંધે ગાંધીનગર જિલ્લામાં અડાલજ સ્થિતિ ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ અને કલોલમાં આવેલી આવિસ્કાર સ્કૂલને પણ ધમકીનો અઇલ મળ્યો હતો. બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીના સમાચાર વાયુ વેગે પરસર્યા હતાં. જેના પગલે પાટનગરમાં કે, જ્યાં કોઇ શાળાને આવો મેઇલ મળ્યો ન હતો. ત્યાં પણ વાલીઓએ પોતાના બાળકોની ચીંતાને લઇને દોટ મુકી હતી. જેના પગલે શાળા સંકુલોમાં રીતસર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વાલીઓ પોતાના બાળકોને શોધવા હડીયાપટ્ટી કરતા જોવામાં આવ્યા હતાં. જોકે વાલીઓની પહેલા પોલીસ અધિકારીઓ બોમ્બ સ્કવોડ સાથે અસરગ્રસ્ત શાળાઓ પર પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી હતી. બન્ને શાળાઓ ખાલી કરાવવાની સાથે દરેક વર્ગખંડ સહિત ખુણે ખુણાની તપાસ કરવામાં આવી હતી. આખરે કંઇ જ વાંધાજનક નહીં મળવાથી પોલીસે પણ નિરાંતનો દમ લીધો હતો. ઘણી શાળાઓ દ્વારા વાલીઓને જાણ કરીને બાળકોને લઇ જવાની સુચનાઓ પણ આપી હતી. પાટનગરમાં સુરક્ષા પ્રબંધોને વધુ સખ્ત કરવાની સાથે રાજ્ય સચિવાલયમાં પણ બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ કરી લેવામાં આવી હતી.

– શિક્ષણ તંત્રના અધિકારીઓ પણ હરકતમાં આવી ગયાં

ગાંધીનગર જિલ્લાની બેશાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઇલ મળ્યાના પગલે જિલ્લા શિક્ષણાધિકારી, શાશનાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ હરકતમાં આવ્યા હતાં. તુરંત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસીને શાળા પર દોડાવવામાં આવ્યા હતાં. સાથે શાળા સંચાલકોને સ્વસ્થચા જાળવવા અને તકાદેરી રાખવાની સુચના આપવામાં આવી હતી.-૧૩

– નોકરિયાત વાલીઓના જીવ તો પડિકે બંધાઇ ગયા હતાં

શાળામાં બોમ્બ મુકાયાની વાતો વહેતી થયાના પગલે નોકરિયાત વાલીઓના જીવ રીતસર પડિકે બંધાઇ ગયા હતાં અને નોકરીનું કામ મુકીને શાળાઓ તરફ દોડયા હતાં. શાળાઓ પર પહોંચેલી કેટલીક માતાઓની આંખોમાં પોતાના બાળકને જોઇને આંસુ છલકાઇ ગયા હતાં. બાળકોને ટાર્ગેટ કરવાની વાતને લઇને વાલીઓમાં ધિક્કાર અને તિરસ્કારની લાગણી જન્મી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here