GANDHINAGAR : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવાયો

0
18
meetarticle

પાટનગરમાં લઘુતમ વેતન અને કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા આવેલી આશા વર્કર અને ફેસેલિટેટર, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજન કર્મચારી મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં ધક્કામુક્કીના દશ્યો સર્જાયા હતાં. જેના પગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ સરકાર દ્વારા નારી શક્તિનો અવાજ દબાવવાનો પ્રયાસ થતાં સેંકડો કર્મચારી મહિલાઓમાં રોષ અને નારાજગી ફેલાયા હતાં.

આશા વર્કર અને ફેસેલિટેટર, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજન કર્મચારી મહિલાઓને લઘુતમ વેતન સાથે કાયમી કરવાની માંગ

સરકારી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતું, કે વિરોધ પ્રદર્શન સંબંધે રેલી કે સભા યોજવાની કોઇ મંજુરી લીધા વગર દેખાવો યોજવામાં આવતાં દેખાવકાર મહિલાઓને ડિટેઇન કરવામાં આવી હતી. તેની સામે આંદોલનકારી મહિલાઓએ જણાવ્યુ હતું, કે હક્કની માંગણી શાંતીપૂર્વક કરવામાં આવી રહી હોવા છતાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર એકત્ર થયેલી મહિલાઓ દ્વારા રેલી યોજવાની તજવીજ કરવામાં આવ્યાની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને સવાલ ઉભા થવાની આશંકાના પગલે પોલીસે આરોગ્ય કર્મચારી મહિલાઓને કોર્ડન કરી લેવાની સાથે ડિટેઇન કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here