કલોલના શ્રીનગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે જીવંત વિજવાયર તૂટ્યો હતો. રોડ ઉપર રહેલા થાંભલા ઉપરથી જીવંત વિજ વાયર નીચે તૂટી પડ્યો હતો. વોલ્ટેજ વધી જતા ઘરમાં રહેલ એસી,ટીવી અને ફ્રીજ સહિત અન્ય ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક માલ સામાનને નુકસાન થયું હતું.
કલોલના શ્રીનગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે જીવંત વિજવાયર તૂટ્યો હતો. રોડ ઉપર રહેલા થાંભલા ઉપરથી જીવંત વિજ વાયર નીચે તૂટી પડ્યો હતો. ત્યારબાદ આસપાસના ઘરોમાં એકાએક વોલ્ટેજ વધી ગયા હતા. વોલ્ટેજ વધી જતા ઘરમાં રહેલ એસી,ટીવી અને ફ્રીજ સહિત અન્ય ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક માલ સામાનને નુકસાન થયું હતું.માલ સામાન બળી જતા લોકોને વ્યાપક નુકસાન થયું હતું.અચાનક બનાવ બનતા લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા.

લોકોએ વીજ તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનો જણાવ્યું હતું.અહીં બે વર્ષ અગાઉ જીવંત વીજ વાયર પડતા આજ વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થયું હતું તેમ છતાં વીજ તંત્રએ કોઈ જ બોધપાઠ લીધો નહીં અને ફરીથી વીજ વાયર તૂટી પડતા લોકોના ઘરમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવા સવાલો સ્થાનિક લોકોએ કર્યા હતા.આવા બનાવમાં જાનહાની જેવો ગંભીર અકસ્માત થાય તો જવાબદારી કોની તેવા પણ ગંભીર સવાલો ઊભા થયા હતા.
જીવતો વીજ વાયર તૂટી પડતાં અચાનક પાવર વોલ્ટેજ વધી ગયા હતાં. જેના કારણે લોકોના ઘરમાં રહેલા ઈલેક્ટ્રીક માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકોના ઘરમા રહેલી ઈલેક્ટ્રીક વસ્તુઓમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતાં. આ ઉપરાંત ઈલેક્ટ્રીક બોર્ડમાં તણખા થતાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડતાં લોકોના જીવ પડીકે બંધાયા હતાં. જીઈબીની આ ગંભીર બેદરકારીને કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
