GANDHINAGAR : કોમર્શિયલ ગેસ ઉપર પ્રતિબંધથી કેન્ટીન-હોટલના સંચાલકોને મુશ્કેલી

0
38
meetarticle

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાક વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ હવે ભારતના રસોડા સુધી માઠી અસર પહોંચાડવાનું શરૃ કર્યું છે. ખાસ કરીને ઈરાકથી આવતા ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થવાની આશંકાએ ગુજરાતના વહીવટી તંત્રને ‘ઇમરજન્સી મોડ’માં લાવી દીધું છે. ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોમર્શિયલ ગેસના વિતરણ પર મુકાયેલા અંકુશોએ વેપારી આલમમાં ચિંતા વધારી દીધી છે.કોમશયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર સદંતર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે ગાંધીનગરના ખાણીપીણી બજારો, કેન્ટીન અને મોટી હોટલોની હાલત કફોડી બની છે.જૂથની આડઅસર ભારત સહિતના અન્ય દેશોમાં જોવા મળી છે ખાસ કરીને ગેસની આયાત ભારત ઈરાન તરફથી કરતું હતું પરંતુ હાલ યુદ્ધના સંકટને પગલે એલપીજી ગેસ ના પુરવઠા ઉપર ચિંતા ઊભી થઈ છે જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં કોમશયલ રાંધણ ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યું છે આ પ્રતિબંધને કારણે ગાંધીનગર શહેર અને જિલ્લાની હોટલો ઉપરાંત રેસ્ટોરન્ટ ખાણીપીણી બજાર તથા કેન્ટીના સંચાલકો પર માઠી અસર પડી છે દરરોજ ઘણા બધા ગ્રાહકો માટે મોટા રસોડા ચલાવતા આ સંચાલકોમાં બળતણના વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે ઘણી જગ્યાએ ફરી ચૂલા શરૃ થયા છે. જેના કારણે સમય, શક્તિ , ખર્ચ અને પ્રદૂષણ પણ વધશે તે નક્કી છે.

બીજી તરફ, ઘરેલું રાંધણ ગેસના પુરવઠામાં પણ અછત સર્જાશે તેવી અફવાઓ અને ડરને કારણે સામાન્ય રહીશોમાં ગભરાટ ફેલાયો છે. ગાંધીનગરમાં રાંધણ ગેસના એડવાન્સ બુકિંગમાં સામાન્ય દિવસો કરતા ૩ થી ૪ ગણો વધારો નોંધાયો છે. જોકે, ગેસ એજન્સીઓ અને સરકાર સતત દાવો કરી રહી છે કે પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે, છતાં લોકો સાવચેતીના ભાગરૃપે સિલિન્ડર રિઝર્વ કરી રહ્યા છે.એટલું જ નહીં,ગેસ સંકટના ડરથી લોકો હવે ઇલેક્ટ્રિક ઉપકરણો તરફ વળ્યા છે. ગાંધીનગરના ઇલેક્ટ્રોનિક્સ બજારોમાં ઇન્ડક્શન સગડીની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જે ઘરોમાં માત્ર ગેસ પર નિર્ભરતા હતી, ત્યાં હવે ગૃહિણીઓ બેકઅપ પ્લાન તરીકે ઇલેક્ટ્રિક સગડી વસાવી રહી છે.

 હાઇવેની હોટલો અને કેન્ટીન લાકડાના ચૂલા સળગાવવા મજબૂર

યુદ્ધની સ્થિતિના કારણે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ થતા જ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડી છે. અનેક જાણીતી હોટલો અને સરકારી કેન્ટીનોમાં હવે રાંધણ ગેસને બદલે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ શરૃ થયો છે. બજારમાં લાકડાના સ્ટોક માટે પડાપડી થઈ રહી છે અને ઘણી જગ્યાએ તો વર્ષો જૂના લાકડાના ચૂલા ફરી ધખધખતા જોવા મળી રહ્યા છે. હોટલ માલિકોનું કહેવું છે કે જો આ સ્થિતિ વધુ સમય ચાલશે તો ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો કરવો અનિવાર્ય બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here