GANDHINAGAR : ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર

0
57
meetarticle

 જિલ્લામાં ગાંધીનગર, માણસા અને દહેગામ તાલુકામાં નદીમાંથી રેતી અને માટીની બેફામ ચોરી થવાની વાતને સતત પકડાઇ રહેલા ખનીજ ભરેલા ડમ્પરો, ટ્રેક્ટરો સહિતના સાધનોથી પુષ્ટી મળેલી જ છે. ત્યારે આ મુદ્દે વિપક્ષ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બઘડાટી બોલાવી દઇને આ ષડયંત્રમાં તંત્રની સંઠગાંઠ અને હપ્તાખોરીનો આરોપ લગાવાયો હતો. શાશકપક્ષ દ્વારા તેમાં સુર પુરાવીને સરપંચોને પણ નહીં ગાંઠવાની સાથે રસ્તા તોડી નાંખતા ભુમાફિયાઓ સામે પગલા લેવા માંગણી કરાઇ હતી.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવક પરજ વિકાસ નિર્ભર રહેતો હોવાનું જણાવી વિપક્ષના નેતા અજિતસિંહ રાઠોડ દ્વારા આવક વધારવા માટે શુ કરવામાં આવ્યું તેમ પૂછયુ હતું. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં સ્વભંડોળની આવક કેટલી થઇ તે પ્રશ્ન ઉઠાવ્યા બાદ જણાવ્યુ હતું, કે સ્વભંડોળમાં સ્ટેમ્પ ડયુટી, રેતી કાંકરી અને શિક્ષણ ઉપકર સહિત વિવિધ ૭ પ્રકારની ગ્રાન્ટ પૈકી રેતી કાંકરીનો મુદ્દો ઉઠાવીને સવાલોનો મારો ચલાવતા સભામાં સોપો પડી ગયો હતો. તેમણે કહ્યું કે અલુવા, પીંપળજ, અંબોડ, અમરાપુરા, પેથાપુર, સહિત નદી કાંઠા પરથી દિવસ રાતના ધોરણે ખનીજ ચોરી કરવામાં આવે છે. તંત્ર દ્વારા માત્ર રોડ પરથી નીકળેલા ખનીજની હેરાફેરી કરતાં વાહનો પકડવામાં આવે છે. જે ચોરી પકડાઇ રહી છે, તે માત્ર ૧૦મા ભાગ જેટલી પણ નથી. ત્યારે માત્ર ખનન અને વહનને કાયદેસર કરવામાં આવે અથવા તેના પર નજર રાખીને ચોરીને રોકવામાં આવે તો રેતી કાંકરીની આવક ચારગણી થાય તેમ છે. શાશકપક્ષના સભ્યોએ ખનીજ ચોરીમાં સંડોવાયેલા ભુમાફિયાઓ ગામના સરપંચોને ગંઠતા નહીં હોવાની સાથે પંચાયત દ્વારા બનાવાતા રસ્તા ડમ્પરો દોડાવીને તોડી નાંખતા હોવાનું જણાવ્યુ હતું. રેતી, માટીના ડમ્પરો સતત ધુળ ઉડાડીને પ્રદુષણ ફેલાવતા હોવાનું કહ્યુ હતું. આ સાથે સરપંચ, તાલુકા અને જિલ્લાના સભ્યો તથા અધિકારીઓનું નવું માળખુ રચીને આ પ્રવૃતિ પર રોક લાગવવા ડીડીઓ સમક્ષ માગણી કરાઇ હતી.

ખનીજ ચોરોએ ૮ હજાર ડમ્પર જેટલી માટી ચોરીને બ્રિજને જોખમમાં મુકયો

વિપક્ષના નેતાએ જુલાઇ મહિનામાં અલુવા ગામે નદી કાંઠાની સરકારી પડતર જમીનમાંથી ૮ હજાર ડમ્પર ભરાય તેટલી માટીની ચોરીને વેચી માર્યાની ફરિયાદ કર્યા બાદ માણસાના ઇન્ચાર્જ મામલદાર ગત તારીખ ૧૫મીએ એટલે, કે ત્રણ મહિના બાદ પંચોની રૃબરૃમાં તપાસ કરીને તેનો રિપોર્ટ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીને મોકલ્યો હતો. તેમાં સ્પષ્ટ જણાવાયું છે, કે અલુવા ગ્રામ પંચાયતની ગૌચર તથા સરકારી પડતર નદી કાંઠા પરની જમીનમાંથી નવીન પ્રાથમિક શાળાની પાછળના ભાગે સાબરમતી પર નિર્માણાધિન ઓવરબ્રિજ સુધીના ૫૦૦ મીટર વધુ લંબાઇ ધરાવતા પટ્ટ અને કોતરોની જગ્યામાંથી છેલ્લા નવ મહિનાથી ગેરકાયદે ખનન અને વેપાર થયાંનું જણાય છે. તેના માટે એસ્કેવેટર, લોડર, ડમ્પર અને ટ્રેક્ટર કામે લગાડાયાં છે. ખનન કરેલી જગ્યાએ ૫૦૦ મીટરથી વધુ પહોળાઇ, ૬૦થી ૮૦ મીટરની ઉંચાઇ તથા ૧૦૦ ફુટથી વધુ નદી કિનારાથી કોતરે તરફ માટીનું ખનન કરીને વહન કરાયાનું જણાય છે. નોંધવું રહેશે, કે બ્રિજથી ૫૦૦ મીટર સુધી ખનન કરવા પર પ્રતિબંધ છે. પરંતુ વિપક્ષે ૧૦૦ મીટર નજીક સુધી ખોદી નાંખતા બ્રિજ પર જોખમ ઉભુ થયાનો આક્ષેપ કરાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here