GANDHINAGAR : ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો

0
54
meetarticle

ખરીફ મોસમના વાવેતરમાં જગતના તાતને બે તરફી નુકશાની વેઠવાની આવી છે. ચોમાસામાં આગોતરૃ નુકશાન પડયા પછી પાછોતરા વરસાદે દાટ વાળતાં ખેડૂતો ક્યાંયના રહ્યાં નથી. ગાંધીનગર જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઇ જવાથી તૈયાર ખરીફ પાકનો કચ્ચરઘાણ વળ્યો છે. ત્યારે માત્ર બે હેક્ટર લેખે નુકશાની સહાય અપાય તો ખેડૂત દેવાળિયો જ બનવાની સ્થિતિ હોવાથી સહાય ઉપરાંત દેવા માફીની માંગણી ઉઠી છે.

ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વિક્ષેપિત વરસાદી માહોલના કારણે છેલ્લા ત્રણ વર્ષની ૧,૨૪,૭૨૮ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતરની સરેરાશ સામે ૧,૨૧,૨૮૨ હેક્ટરમાં એટલે કે ૯૭.૨૪ ટકા વાવેતર જ થયુ હતું. મોસમ દરમિયાન વધુ વરસાદ અને વરસાદ ખેંચાવા જેવી સ્થિતિ સતત રહેવાના કારણે આમ બન્યુ હતું. છેલ્લે કપાસ, મગફળી, ડાંગર તથા કઠોળ પાકને તો નુકશાન થયુ હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ચોમાસાને ભુલાવે તેવા વરસાદી માહોલના પગલે શાકભાજીનો પાક પણ ઝપટમાં આવી ગયો છે. મુખ્ય પાકો અને શાકભાજીમાં ભારે નુકશાનીના પગલે ખરીફ મોસમ ખેડૂતો માટે તો ફેલ થઇ ગયાનું ખેડૂતો આગેવાનો જણાવી રહ્યાં છે. ખરીફ મોસમની આવકને ધ્યાને રાખીને ખેડૂતોએ પારિવારિક પ્રસંગો પાર પાડવા માટે વિચારેલા આયોજનો ઉપર તો ટાઢું પાણી રેડાઇ ગયા જેવા દિવસો આવી પહોચ્યાં છે. બે પૈસા કમાણી થવાની તો વાત દુર રહી વાવેતર માટે વ્યાજે લીધેલા નાણાં કેવી રીતે ભરપાઇ કરવા તેની અસંમજશમાં ધરતી પુત્રોના મન પર સવાર થઇ ચૂકી છે. ત્યારે સરકારી નિયમ પ્રમાણે હેક્ટર દિઠ રૃપિયા ૨૨ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતોને ખર્ચા૩ પણ નીકળે તેમ નહીં હોવાથી દેવા માફીની માંગ પ્રબળ બની છે.

મગફળી ફરી ઉગવા લાગી, કપાસમાં રૃ કાળુ પડયું ઃ ડાંગર કાપવા પણુ જ ન રહ્યું

વિવિધ ખરીફ પાક તૈયાર થઇ ગયા અથવા લણીને ખેતરમાં મુકાયા ત્યારે જ પડેલા વ્યાપક વરસાદે ખેડૂતોના પાક વેચીને આવક રળવાના સપનાને છીન્ન ભીન્ન કર્યા છે. મગફળીના પાથરા ખેતરોમાં જ પલળી જતા નવેસરથી ફૂટ થવા લાગી છે કે દાણા કાળા પડી ગયા છે. કપાસના કિસ્સામાં વીણી કરવામાં આવે તેના પહેલા વરસાદથી કાલા ફાટી જવાની સાથે રૃ કાળુ પડી ગયું છે. ડાંગરમાં કાપણી કરવા જેવું કંઇ રહ્યુ નથી. જ્યારે દુધી, તુરિયા, ગલકાના વેલા તથા ચોળીના ઉભા પાક ઢળી પડતાં તેમાંથી રૃપિયો પણ ઉભો થાય તેમ નથી.

ગાંધીનગર જિલ્લાને પડતો મુકીને ગ્રામ સેવકોને અન્યત્ર દોડાવાયાનો આક્ષેપ કરાયો

રાજ્ય વ્યાપી વરસાદે ખેતીમાં પહોંચાડેલા વ્યાપક નુકશાનને લઇને પાક નુકશાનીનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરીને રિપોર્ટ આપવા સંબંધિત અધિકારીઓને સુચનાથી તંત્ર દોડતુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદે વધુ વિનાશ વેર્યો છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં પણ ખેડૂતોના ભાગે કંઇ બાકી રહ્યું નહીં હોવાની હાલત જ ઉભી થયાનું ખેડૂતો જણાવે છે. આવી સ્થિતિ વચ્ચે નુકશાનીનો સર્વે કરવામાં મહત્વની ભુમિકા ભજવતા ગાંધીનગર જિલ્લાના ગ્રામ સેવકોને અન્ય જિલ્લાઓમાં મોકલાયાનો આક્ષેપ કરાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here