GANDHINAGAR : ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત

0
10
meetarticle

ગાંધીનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રોડા કટ નજીક એક બેફામ બુલેટ ચાલકની ટક્કરે અન્ય એક બાઈક પર જતા બે પિતરાઈ ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. માહિતી અનુસાર એક ભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્યનું સારવાર દરમિયાન મોત થયું.

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

પોલીસ ફરિયાદ અનુસાર સેક્ટર 8માં રહેતા જશપાલ સિંહ ડાભીનો પુત્ર જગદીશ સિંહ (40) અને તેમનો ભાણીયો ઘનશ્યામ સિંહ ચાવડા ઈન્દ્રોડા ખાતે કોઈ કામથી ગયા હતા. જોકે સાંજના સમયે બાઈક પર પાછા આવતી વખતે ઈન્દ્રોડા કટની નજીકમાં જ બુલેટ ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે જગદીશ સિંહ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે ઘનશ્યામ સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે જશપાલ સિંહ ડાબીએ બુલેટ ચાલક (GJ18 FK 6400) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં બે ભાઈઓના મોતથી પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ છે. સેક્ટર 7 પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકના PSI એમ એ પરમારે જણાવ્યું હતું કે રાત્રે 2 વાગે ગુનો દાખલ થયો હતો, બંને નું રાત્રે પોસ્ટ મોર્ટમ કર્યું હતું. એ ગુના સંદર્ભે હાલ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here