GANDHINAGAR : દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત

0
22
meetarticle

 દહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજી સુધી કેમ નિર્ણય લેવામાં આવતો નથી તે સમજાતું નથી ત્યારે આજે દહેગામમાં સાંસદના કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહોંચેલા પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી હતી. જેથી આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા લાગી રહી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે અને છેલ્લા પાંચ દિવસથી આ માટે આંદોલન પણ કરી રહ્યા છે. ગાંધીનગર વિધાનસભા કૂચ કરે તે પહેલા બે દિવસ અગાઉ આ પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે તેમની માંગણી હજુ સુધી સંતોષવામાં આવી નથી ત્યારે આજે દહેગામ નગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનાર સાંસદનો વિરોધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ પહેલા જ પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને કાર્યક્રમ સ્થળે પહોંચેલા પશુપાલકોને પણ પોલીસે ડીટેઇન કરી લીધા હતા.  જોકે પોલીસ અટકાયત બાદ સાંસદ હસમુખ પટેલ દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને પશુપાલકો સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પશુપાલકો દ્વારા સ્પષ્ટપણે માગણી કરવામાં આવી હતી કે જ્યાં સુધી ગાંધીનગરની મધુર ડેરી તેમનું દૂધ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. પશુપાલકોને ઉત્તમ ડેરી કરતા લીટરે ચાર રૃપિયાનો ફાયદો મધુર ડેરીમાં થઈ રહ્યો છે એટલું જ નહીં સહકારી મંડળીની આવક પણ આ ડેરીમાં દૂધ આપવાથી વધી રહી છે તો આ મામલે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવો જરૃરી છે. નહીંતર પશુપાલકો આગામી દિવસમાં સ્થાનિક ચૂંટણીમાં પણ વિરોધ કરશે ત્યારે હવે સાંસદ દ્વારા પણ સરકાર સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય લાવવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.સાંસદ સાથે બેઠક કરનાર ભાજપના આગેવાનો ઃ લડત સમિતિ

દહેગામના પશુપાલકોનું દૂધ ગાંધીનગર ડેરીમાં લેવાય તે માટે લડત ચલાવી રહેલા પશુપાલકોની આજે અલગ અલગ સ્થળેથી પોલીસ અટકાયત કરી લીધી હતી ત્યારે સાંસદ દ્વારા પશુપાલકો સાથે બેઠક કરીને આ મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી વાત કહેવામાં આવી હતી જોકે પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંસદ સાથે બેઠક કરનારા પશુપાલકો નહીં પરંતુ ભાજપના જ આગેવાનો હતા. પશુપાલકોને તો અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. સાંસદે આ પશુપાલકો સાથે બેઠક કરવા માટે પોલીસ સ્ટેશને આવવાની જરૃર હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here