GANDHINAGAR : નવા સચિવાલયમાં સખી નીર બ્રાન્ડ દ્વારા અંદાજે 1.20 લાખથી વધુ પાણીની બોટલનું વેચાણ થયું

0
46
meetarticle

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-2025માં પ્રારંભ કરાવ્યો હતો. જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-2025માં પ્રારંભ કરાવ્યો હતો. જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

નવા સચિવાલય કેમ્પસમાં માં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત આ સખી નીર બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે,છેલ્લા ચાર મહિનામાં કુલ 1.20 લાખથી વધુ સખી નીર પાણીની કાચની બોટલનું વેચાણ કર્યું છે.આ દરમિયાન સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં કાર્યરત વિવિધ વિભાગોએ મહિલા મંડળ પાસેથી મહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ.11.20 લાખની કિંમતની સખી નીર પાણીની બોટલ ખરીદી છે.

આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે.સચિવાલય અને વિધાનસભા કેમ્પસ ઉપરાંત કર્મયોગી ભવનમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પ્રતિ બોટલ રૂ.7ના દરે 300 એમ.એલ સખી નીરના બ્રાન્ડ નેમથી નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય-કર્મયોગી કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને પરિણામે પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here