GANDHINAGAR : બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત

0
51
meetarticle

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા તત્વો સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં ભૂસ્તર વિભાગ દ્વારા ૧૧ જેટલા ડમ્પર જપ્ત કરીને ચાર કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડમ્પર માલિકો પાસેથી ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ કલોલ ખાતે ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા ડમ્પરને પકડનાર મહિલા અધિકારી ઉપર હુમલો કરવાની ઘટના બહાર આવી હતી. જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતાં માફીઆઓ સામે કડક સાથે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.જેથી મદદની ભૂસ્તરશાીની સૂચનાને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત કલોલ, વલાદ, લવારપુર અને ગાંધીનગર શહેરના વિસ્તારમાં પણ ટીમો દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ છેલ્લા બે દિવસ દરમિયાન કલોલ, વલાદ, લવારપુર, સેક્ટર ૨૬ અને સેક્ટર ૨૭ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા ૧૧ જેટલા ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેના માલિકો પાસેથી ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ પણ વસૂલ કરી લેવામાં આવ્યો છે. ચાર કરોડ ઉપરાંતનો આ મુદ્દામાલ કબજે કરીને ભૂસ્તર વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસમાં પણ રાત્રીના સમયે આ પ્રકારની ખાસ તપાસ ચાલુ રાખવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. નોંધવું રહેશે કે નદીમાં રાત્રિના સમયે રેત માફિયાઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોય છે પરંતુ તેઓ તંત્રના અધિકારીઓ ઉપર પણ વોચ રાખતા હોય છે અને ગાંધીનગરથી વાહનો રવાના થાય તે પહેલા જ રેત માફિયાઓ નદીમાંથી ગાયબ થઈ જાય છે.જેથી મદદની ભૂસ્તરશાીની સૂચનાને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત કલોલ, વલાદ, લવારપુર અને ગાંધીનગર શહેરના વિસ્તારમાં પણ ટીમો દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ છેલ્લા બે દિવસ દરમિયાન કલોલ, વલાદ, લવારપુર, સેક્ટર ૨૬ અને સેક્ટર ૨૭ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા ૧૧ જેટલા ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેના માલિકો પાસેથી ૧૮.૫૨ લાખ રૃપિયાનો દંડ પણ વસૂલ કરી લેવામાં આવ્યો છે. ચાર કરોડ ઉપરાંતનો આ મુદ્દામાલ કબજે કરીને ભૂસ્તર વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસમાં પણ રાત્રીના સમયે આ પ્રકારની ખાસ તપાસ ચાલુ રાખવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. નોંધવું રહેશે કે નદીમાં રાત્રિના સમયે રેત માફિયાઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોય છે પરંતુ તેઓ તંત્રના અધિકારીઓ ઉપર પણ વોચ રાખતા હોય છે અને ગાંધીનગરથી વાહનો રવાના થાય તે પહેલા જ રેત માફિયાઓ નદીમાંથી ગાયબ થઈ જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here