GANDHINAGAR : ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

0
40
meetarticle

ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે – જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસઓને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃપરિકલ્પિત કરવાનો છે, જે યુવાપેઢીના ભાવ સાથે સમન્વય બનાવે. આ પરિવર્તન રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેમાં 15 ડિસેમ્બર સુધી શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત 46 હાલના પોસ્ટ ઓફિસનાં નવીનીકરણનો સમાવેશ થાય છે.

આ જેન-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 5 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા, મહાપ્રબંધક (વિત્ત) ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવની વિશિષ્ટ હાજરીમાં કરવામાં આવ્યું. આ અવસર પર ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું.

આ અવસર પર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણ રીતે જેન-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીના ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના કારણે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે.

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ જેન-Z પોસ્ટ ઓફિસ પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્રમાં કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતા ઉજાગર કરવામાં આવી છે. આ કલા કૃતિમાં એક સમૃદ્ધ વૃક્ષ દર્શાવાયું છે, જેની ડાળીઓ પર આઈઆઈટી ગાંધીનગર પરિસરમાં વસતા અનેક પ્રકારના પક્ષીઓ દેખાઈ આવે છે—જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here